ખાસ-ખબર સંવાદદાતા
કેવડિયા ખાતે શુરપાણેશ્વર મહાદેવની પૂજા કરવા આવેલા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ગુજરાતમાં ગત અઠવાડિયે ધોરણ 6 થી 8ના ઑફલાઈન વર્ગો શરૂ કરવામાં સરકાર સફળ રહી છે. એવામાં ટૂંક સમયમાં કોર કમિટીની બેઠક બોલાવવામાં આવશે. આ બેઠકમાં આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિદોની સલાહ બાદ ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવી શકે છે.
આથી અમે હવે પછીના તબક્કામાં ધોરણ 1 થી 5ના ઑફલાઈન વર્ગો શરૂ કરવાનું વિચારી રહ્યાં છીએ.
ખાસ-ખબર સંવાદદાતાકેવડિયા ખાતે શુરપાણેશ્વર મહાદેવની પૂજા કરવા આવેલા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ગુજરાતમાં ગત અઠવાડિયે ધોરણ 6 થી 8ના ઑફલાઈન વર્ગો શરૂ કરવામાં સરકાર સફળ રહી છે. એવામાં ટૂંક સમયમાં કોર કમિટીની બેઠક બોલાવવામાં આવશે. આ બેઠકમાં આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિદોની સલાહ બાદ ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવી શકે છે. આથી અમે હવે પછીના તબક્કામાં ધોરણ 1 થી 5ના ઑફલાઈન વર્ગો શરૂ કરવાનું વિચારી રહ્યાં છીએ.