402 વિદ્યાર્થીઓએ અ1 ગ્રેડ અને 2558 વિદ્યાર્થીઓે અ2 ગ્રેડ મેળવ્યો, 2020 કરતા 10 ટકા પરિણામ ઓછું આવ્યું
ધોળકિયા સ્કૂલની વિદ્યાર્થિનીઓ રાસ-ગરબે ઝુમી, પ્રિન્સિપાલ અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને જ્વલંત સફળતા માટે શુભેચ્છા પાઠવી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત બોર્ડ દ્વારા આજે ધો.12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાનું 88.72 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ સેન્ટ્રલ જેલમાં એક કેદીએ પરીક્ષા આપી હતી અને તે પણ ફેલ થતા શૂન્ય પરિણામ આવ્યું છે. રાજકોટમાં વિદ્યાર્થીઓએ પરિણામને વધાવ્યું છે અને સ્કૂલોમાં રાસ-ગરબા રમતા જોવા મળ્યા હતા. રાજકોટની અલગ અલગ સ્કૂલોમાં પ્રિન્સિપાલ અને શિક્ષકોએ પાસ થયેલા વિદ્યાર્થીઓને મીઠા મોં કરાવી શુભેચ્છા આપી હતી. જ્યારે ધોળકિયા સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ જોવા મળ્યા હતા. સ્કૂલમાં ઢોલ-નગારા સાથે વિદ્યાર્થીઓને વધાવવામાં આવ્યા હતા. સાથે જ વિદ્યાર્થિનીઓએ રાસ ગરબા સાથે રમઝટ બોલાવી હતી. રાજકોટ જિલ્લામાં અ1 ગ્રેડમાં 402 વિદ્યાર્થીઓ, અ2 ગ્રેડમાં 2558 વિદ્યાર્થીઓ, ઇ1 ગ્રેડમાં 4166 વિદ્યાર્થીઓ, ઇ2માં 4876 વિદ્યાર્થીઓ, ઈ1 ગ્રેડમાં 3811 વિદ્યાર્થીઓ, ઈ2 ગ્રેડમાં 1562 વિદ્યાર્થીઓ ઉ1 ગ્રેડમાં 12 વિદ્યાર્થીઓ અને ઊ1 ગ્રેડમાં 3 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. સુરત બાદ રાજકોટ જિલ્લામાં અ1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે.આ વર્ષે બોર્ડનું 86.91 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ વખતે ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 95.41 ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ આવ્યું છે.જો કે છેલ્લાં 12 વર્ષની સરખામણીએ એટલે કે વર્ષ 2010થી વર્ષ 2022ના સમયગાળામાં પરિણામની ટકાવારી જોઈએ તો વર્ષ 2022નું પરિણામ અગાઉનાં તમામ વર્ષો કરતાં વધારે નોંધાયું છે. વર્ષ 2010થી અત્યાર સુધીના પરિણામમાં હવે વર્ષ 2022ના પરિણામની ટકાવારીએ રેકોર્ડ સર્જ્યો છે.
પંખો સે કુછ નહીં હોતા, હૌસલો સે ઉડાન હોતી હૈ
- Advertisement -
ન્યૂરોપેથી રોગથી પીડાતા વિદ્યાર્થીએ 95 ટકા સાથે સફળતા મેળવી
ખાસ-ખબર સંવાદદાતા
આજે ધો.12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટની ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતા સ્મિત ચાંગેલા બાળપણથી જ ન્યૂરોપેથી રોગથી પીડાઇ છે. તે ચાલવામાં અને લખવામાં અસમર્થ છે. છતાં શારીરિક રીતે સશક્ત વિદ્યાર્થીઓને પછડાટ આપી છે. તેમણે આજે 95 ટકા સાથે ઝળહળતું પરિણામ હાંસલ કર્યું છે.
આ પરિણામથી પરિવારમાં ખુશીનો કોઈ પાર નથી. સ્મિત ચાંગેલાએ વધુમાં જણાવ્યું હતું કે, મારે 700માંથી 662 માર્ક આવ્યા છે. એટલે કે 95 ટકા અને 99.97 ઙછ થાય છે. મારે યુપીએસસી-જીપીએસસી પરીક્ષા આપી સિવિલ ઓફિસર બનવું છે અને મારા જેવા દિવ્યાંગ લોકોની સેવા કરવી છે.