શિક્ષણની સાથે બાળકોનો રમત-ગમત ક્ષેત્રે રસ વધારવા નવતર અભિગમ
29.45 કરોડના ખર્ચે 30 પ્રકારના સ્પોર્ટ્સ સાધનો ધરાવતી કુલ 34,483 સ્પોર્ટ્સ કીટનું વિતરણ
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ-2003થી શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવનું આયોજન કરીને બાળકોનું શાળામાં નામાંકન કરાવવામાં આવી રહ્યુ છે. નવી શિક્ષણ નીતિ-2020માં બાળકોના ભણતર સાથે-સાથે તેમના શારીરિક અને માનસિક વિકાસ માટે રમત-ગમતને પણ ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રમત-ગમત પ્રત્યે શાળાના બાળકોની રૂચી વધે તે માટે શાળાના બાળકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ આગામી સમયમાં ગુજરાતની સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં બાળકો માટે રમત-ગમતના વિવિધ સાધનો સાથેની કુલ 34,483 સ્પોર્ટ્સ કીટ આપવામાં આવશે. કુલ રૂ. 29.45 કરોડથી વધુના ખર્ચે આપવામાં આવનાર આ સ્પોર્ટ્સ કીટમાં બાળકો માટે 30 પ્રકારના રમત-ગમતના સાધાનો આપવામાં આવશે.
સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી દ્વારા વર્ષ-2022માં તમામ સરકારી સ્કૂલોને સ્પોર્ટ્સના સાધનો ખરીદવા માટે ગ્રાન્ટ આપવામાં આવતી હતી. આ વખતે સ્પોર્ટ્સ કીટ ખરીદવામાં વધુ પારદર્શકતા જળવાઈ રહે તેમજ વિદ્યાર્થીઓને યોગ્ય ગુણવત્તાયુક્ત સ્પોર્ટ્સ કીટ મળી રહે અને ઓછા ખર્ચે વધુ સાધન સામગ્રી બાળકોને મળી રહે તે હેતુથી સમગ્ર શિક્ષા દ્વારા રાજ્ય સરકારી શાળાઓમાં સીધી સ્પોર્ટ્સ કીટ જ આપવામાં આવશે.
સ્પોર્ટ્સ કીટમાં સમાવિષ્ટ રમત-ગમતના સાધનો
સ્પોર્ટ્સ કીટમાં કેરમ બોર્ડ, અલગ અલગ સાઈઝના ક્રિકેટ બેટ, બેડમિન્ટન, શટલ કોક, ફુટબોલ, વોલીબોલ, હેન્ડબોલ, ડિસ્કસ, શોટ પુટ રબર, જ્વેલીન, ચેસ સેટ, સ્કિપીંગ રોપ, હર્ડલ સેટ, માર્કિંગ કોન્સ સેટ, રિલે બેટન સેટ, સોસર કોન્સ સેટ, ટેની કોઈટ, ક્રિકેટ સ્ટમ્પ સેટ, ટેનિસ બોલ સોફ્ટ, ટેનિસ બોલ હાર્ડ, સ્ટોપ વોચ તેમજ એર હેન્ડ પંપનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- Advertisement -
દરેક જિલ્લામાં ક્લસ્ટર કક્ષા સુધી સ્પોર્ટ્સ
કીટ ફાળવવામાં આવશે
આ સ્પોર્ટ્સ કીટ શાળા દીઠ તૈયાર કરી, રાજ્યના દરેક જિલ્લામાં ક્લસ્ટર કક્ષા સુધી વિતરણ કરવામાં આવશે. જેમાં ઝોન-1માં અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ઝોન-2માં અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકા, બોટાદ, કચ્છ, ખેડા, મોરબી, સુરેન્દ્રનગર, ઝોન-3માં અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, રાજકોટ મહાનગરપાલિકા, ઝોન-4માં આણંદ, છોટા-ઉદેપૂર, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ તેમજ ઝોન-5માં ભરૂચ, નર્મદા, નવસારી, સૂરત, સૂરત મહાનગરપાલિકા, તાપી, ડાંગ, વડોદરા, વડોદરા મહાનગરપાલિકા અને વલસાડ જિલ્લામાં મળીને કુલ 34,400થી વધુ સ્પોર્ટ્સ કીટો ફાળવવામાં આવશે.
CBSE શાળામાં હવે બાળકોને માર્ગ સલામતીના પાઠ ભણાવાશે
‘સડક સુરક્ષા કી પાઠશાલા’ સલામતી માટેની શોર્ટ ફિલ્મો બતાવાશે
રાજકોટ સહિત દેશભરની CBSE શાળાઓમાં આગામી દિવસોમાં ‘સડક સુરક્ષા કી પાઠશાલા’નો કાર્યક્રમ થવાનો છે. આ ઉપરાંત શાળામાં બાળકોને માર્ગ અકસ્માત સંબંધિત જાગૃતિલક્ષી બાબતોથી અવગત કરવા માટે વિવિધ શોર્ટ ફિલ્મ અને પ્રોજેક્ટ પણ બતાવવામાં આવશે. આવું કરવા પાછળનું કારણ એ છે કે, ગયા વર્ષે દેશમાં 1.8 લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતે અવસાન પામ્યા જેમાંથી 10 હજારથી વધુ બાળકો હતા. આથી બાળકોમાં રોડ સેફટી અંગે જાગૃતતા આવે એટલા માટે શાળાઓમાં જુદા જુદા કાર્યક્રમો આયોજિત કર્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) એ ‘સડક સુરક્ષા અભિયાન (સુરક્ષા રિલોડેડ)’ ને સમર્થન આપવા માટે તમામ સંલગ્ન શાળાઓના વડાઓ માટે પરિપત્ર બહાર પાડ્યો છે. માર્ગ પર જીવનના મૂલ્ય, માર્ગના નિયમો વિશે જાગૃતિ અને સારી ટ્રાફિક આદતો કેળવવા માટે બાળકોને સમજાવાશે. શાળાઓમાં સભાઓ અને તમામ કાર્યક્રમોમાં પ્રાદેશિક ભાષામાં સડક સુરક્ષા એન્થમ (જજઅ) વગાડવવામાં આવશે. એન્થમની હિન્દી અને અન્ય 9 પ્રાદેશિક ભાષાઓની લિંક આપવામાં આવી છે. ’જલ્દી મત મચાઓ, આરામ સે આઓ’ અને ’સડક સુરક્ષા કી પાઠશાલા’ જેવા સૂક્ષ્મ મેસેજિંગ તક્નીકોનો કોનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી 16 ટૂંકી ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે. આ ફિલ્મો તમામ અગ્રણી કાર્યક્રમોમાં પ્રદર્શિત કરવામાં આવશે.
‘પરવાહ કરેંગે, સુરક્ષિત રહેંગે’ ગીત ગુજરાતી સહિત 9 ભાષામાં બનાવાયું
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા મુંબઈમાં ’સુરક્ષા રિલોડેડ’ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો, જેમાં લગભગ 2000 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પદ્મશ્રી શંકર મહાદેવનજી દ્વારા ‘પરવાહ કરેંગે, સુરક્ષિત રહેંગે’-સડક સુરક્ષા અભિયાનનું સત્તાવાર ગીત રજૂ કરાયું હતું, જે પ્રસૂન જોશીજી દ્વારા લખાયું છે. આ ગીત હિન્દીની સાથે 9 પ્રાદેશિક ભાષાઓ-તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, ગુજરાતી, પંજાબી, ઓડિયા અને બંગાળીમાં પણ રેકોર્ડ કરવામાં આવ્યું છે.