આગામી સમયમાં નવી તારીખ હવે પછી જાહેર થશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.29
‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. એ પહેલાં જ સરકારે ગુજરાત સહિત દેશના વિવિધ જિલ્લામાં મોકડ્રિલ યોજી હતી. સરહદ પર સીઝફાયર થયા બાદ ફરી એકવાર ગુજરાતમાં સિવિલ ડિફેન્સની ’ઓપરેશન શિલ્ડ’ મોકડ્રિલ યોજવાનો નિર્ણય કરાયો હતો. જોકે, કેન્દ્ર સરકાર દ્વારા મોકડ્રિલ મોકૂફ રાખવાનો નિર્ણય કરતા રાજ્ય સરકાર દ્વારા ગુરુવારે યોજાનાર મોકડ્રિલ સ્થગિત રાખવામાં આવી છે. વહીવટી કારણોસર ઓપરેશન શીલ્ડ મોકૂફ રાખવામાં આવ્યું છે. જોકે, આગામી સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવી શકે છે. ’ઓપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાન સામે તણાવ વધવાની શક્યતાને જોતાં 7 મેના રોજ દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં મોકડ્રિલ યોજાઈ હતી. ગુજરાતના 18 જિલ્લામાં પણ મોકડ્રિલ યોજવામાં આવી હતી. 22 દિવસ બાદ હવે ફરી ગુજરાતમાં સિવિલ ડિફેન્સની મોકડ્રિલ યોજવાનો નિર્ણય કરાયો હતો. ગુજરાતભરમાં આજે તા. 29 મેના રોજ ફરી એક વાર સિવિલ ડિફેન્સની ઓપરેશન શીલ્ડ મોકડ્રિલ યોજાવાની હતી. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આગોતરી તૈયારીના ભાગરૂપે ગુજરાતના તમામ જિલ્લામાં સાંજે 5.00 કલાકે મોકડ્રિલનું આયોજન કરાયું હતું.
- Advertisement -
આજે સાંજે ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરમાં મોકડ્રિલની જાહેરાત થઈ હતી
પાકિસ્તાનની સરહદે આવેલાં રાજ્યોમાં ગુરુવારે સાંજે એક મોકડ્રિલ યોજવાની જાહેરાત થઈ હતી. આ મોકડ્રિલ ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરમાં યોજાવાની હતી. સરકારે ચાર રાજ્ય- જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં મોકડ્રિલનો આદેશ આપ્યો હતો. આ ચારેય રાજ્ય પાકિસ્તાન સરહદે આવેલાં છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 3300 કિલોમીટરથી વધુ લાંબી સરહદ છે. જમ્મુ-કાશ્મીર નજીક આવેલી બોર્ડરને નિયંત્રણરેખા એટલે કે કજ્ઞઈ કહેવામાં આવે છે, જ્યારે પંજાબ, રાજસ્થાન અને ગુજરાત નજીક આવેલી બોર્ડરને આંતરરાષ્ટ્રીય સરહદ (ઈંઇ) કહેવામાં આવે છે.