રાજકોટ – રાજયના અન્ન અને નાગરિક પુરવઠા વિભગના રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં જેતપુરના લેઉવા પટેલ સમાજ ખાતે સવારે ૯.૩૦ વાગ્યે ‘‘વિકાસ દિવસ’’ની ઉજવણી કરવામાં આવશે.
પ્રવર્તમાન રાજયસરકારના શાસનને પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજયભરમાં યોજાઇ રહેલા સેવાયજ્ઞના કાર્યક્રમો અન્વયે જિલ્લા વહીવટીતંત્ર તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ૪૫૦ આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે, જેની કિમત રૂ. ૬૭૦ લાખ જેટલી થાય છે. આ ઉપરાંત, કોરોના કાળમાં નેત્રદિપક કામગીરી કરનાર ડોકટર્સ, નર્સ, આરોગ્ય કર્મચારી, સફાઇ કર્મચારો વગેરેનું સન્માન કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી સામેલ થશે.