પ્રજ્ઞાન ઓઝાએ શેર કરેલ તસવીર મુજબ સ્ટાર ફૂટબોલર લીઓનેલ મેસ્સીએ BCCIના સેક્રેટરી જય શાહને એક ખાસ ભેટ આપી છે.
FIFA વર્લ્ડ કપ 2022માં આર્જેન્ટિનાને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કેપ્ટન લીઓનેલ મેસ્સીનો ફેનબેસ આખી દુનિયામાં ઘણો વધુ છે. ભારતમાં પણ લીઓનેલ મેસ્સી લોકપ્રિયતા ઘણી વધારે છે. સામાન્ય લોકોથી કરીને કેટલીક પ્રખ્યાત હસ્તીઓ પણ એમના ચાહક છે. જણાવી દઈએ કે આ સેલિબ્રિટી ફેન્સમાં BCCIના સેક્રેટરી જય શાહનું નામ પણ સામેલ છે. હાલમાં જ આર્જેન્ટિનાના કેપ્ટને જય શાહને એક ખાસ ભેટ આપી હતી અને આ ભેટની તસવીર IPL ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય અને પૂર્વ ખેલાડી પ્રજ્ઞાન ઓઝાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.
- Advertisement -
જય શાહને મેસ્સીએ આપી આવી ભેટ
પ્રજ્ઞાન ઓઝાએ શેર કરેલ તસવીર મુજબ સ્ટાર ફૂટબોલર લીઓનેલ મેસ્સીએ BCCIના સેક્રેટરી જય શાહને પોતાની હસ્તાક્ષર કરેલી જર્સી ભેટમાં આપી છે. જય શાહ સાથેની આ જર્સીની તસવીર પોસ્ટ કરતાં પ્રજ્ઞાન ઓઝાએ લખ્યું હતું કે, ‘GOAT એ જય ભાઈ માટે તેમની શુભેચ્છાઓ અને સાઈન કરેલી મેચની જર્સી મોકલી છે! કેવું નમ્ર વ્યક્તિત્વ.આશા રાખું છું કે મને પણ આવી જર્સી મળે… જલ્દી.’
View this post on Instagram- Advertisement -
ફ્રાન્સને હરાવીને 36 વર્ષ પછી એ ખિતાબ જીત્યો
જણાવી દઈએ કે લીઓનેલ મેસ્સીના નેતૃત્વમાં આર્જેન્ટિનાએ આ મહિને ફિફા વર્લ્ડ કપ 2022ના ફાઇનલમાં ગયા વર્ષની ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સને હરાવીને 36 વર્ષ પછી એ ખિતાબ જીત્યો હતો. જો કે આર્જેન્ટિનાની આ જીત બાદ BCCIના સેક્રેટરી જય શાહે પણ વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા. જય શાહે લખ્યું હતું કે , ‘ફૂટબોલની કેટલી અવિશ્વસનીય રમત છે!બંને ટીમો સારી રીતે રમી અને આર્જેન્ટિનાને તેમનો ત્રીજો FIFA વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન!’
બે ગોલ્ડન બોલ એવોર્ડ જીતનાર પ્રથમ ખેલાડી
જો કે ફિફા વર્લ્ડ કપ 2022માં આર્જેન્ટિના વર્લ્ડ ચેમ્પિયન બનતાની સાથે જ મેસ્સીનું ફૂટબોલ કરિયરમાં વર્લ્ડ કપ જીતવાનું સપનું પણ પૂરું થયું. જણાવી દઈએ કે 35 વર્ષીય ખેલાડીએ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં સાત ગોલ અને ત્રણ આસિસ્ટ કર્યા હતા. આ માટે ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે એમને ગોલ્ડન બોલનો એવોર્ડ પણ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે આર્જેન્ટિનાના ફોરવર્ડ ફૂટબોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં તે બે ગોલ્ડન બોલ એવોર્ડ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો, તે પહેલા મેસ્સીએ 2014ના વર્લ્ડ કપમાં આ જ સિદ્ધિ મેળવી હતી.