ખાસ-ખબર સંવાદદાતા
86- જૂનાગઢ વિધાનસભા મતવિસ્તારની ચૂંટણી ફરજમાં નિમણૂક પામેલ તમામ કર્મચારીઓને જૂનાગઢ જિલ્લાની અન્ય વિધાનસભા વિસ્તારમાંથી રીસીવિંગ-ડીસ્પેચિંગ સેન્ટર-બહાઉદીન આર્ટસ કોલેજ, કોલેજ રોડ, જૂનાગઢ ખાતે પહોંચવા માટે એસ.ટી. બસની સુવિધા કરવામાં આવી છે.આ માટે તા.30-11-2022ના રોજ સવારે 05 કલાકે તાલુકા મથકો ખાતેથી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બસો માણાવદરમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટર -સિનેમા ચોક, વંથલીમાં ગેલેક્સી ઢાબા, વિસાવદરમાં સરદાર ચોક, ભેસાણમાં મામલતદાર કચેરી, મેંદરડામાં પાદર ચોક, કેશોદમાં ચાર ચોક, માળીયા હાટીનામાં સરકારી હાઈસ્કૂલ અને માંગરોળમાં તાલુકા પંચાયત કચેરી ખાતેથી ઉપડશે.જૂનાગઢમાં શ્રી એમ.એમ. ઘોડાસરા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ચૂંટણીલક્ષી તાલીમ દરમિયાન સરકારી બસમાં આવવા માટેનું વિકલ્પ પસંદ કરેલ હશે તેવો આ એસ.ટી. બસ સેવાનો લાભ મેળવી શકશે. ઉપરાંત પોતાના વાહનમાં આવવા ઇચ્છતા કર્મચારીશ્રીઓએ 86- જૂનાગઢ વિધાનસભા મતવિસ્તારના રિસીવિંગ- ડીસ્પેચિંગ સેન્ટર – બહાઉદીન આર્ટસ કોલેજ, કોલેજ રોડ, જૂનાગઢ ખાતે નિયત થયેલા સમયે સવારે 07 કલાકે પહોંચવાનું રહેશે. જેની તમામ કર્મચારીઓએ નોંધ લેવા ચૂંટણી અને પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલાની એક યાદીમાં જણાવાયું છે.
જૂનાગઢના ચૂંટણી કર્મીને પોલિંગ સેન્ટર પહોંચવા માટે એસ.ટી.બસની સુવિધા
