નવા પ્રમુખ તરીકે જતિન સંધાણીની વરણી
4 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર સિક્યુરિટી અને સર્વેલન્સ એસો.ની વાર્ષિક સામાન્ય મિટીંગ મળી હતી. જેમાં ગત વર્ષના હિસાબોની બહાલી, કાર્યક્રમોની ઝલક અને આગામી વર્ષ 2022-2023 માટે નવા કારોબારી સભ્યોની ચૂંટણી થઈ હતી. આ પ્રસંગે ફેડરેશન ઓફ આઈ.ટી.એસો. ઓફ ગુજરાત (FITAG)ના IPP પ્રફુલ દેસાઈ, રાજકોટ કોમ્પયુટર એસો.(RCTA)ના પ્રમુખ સંજય તાળા, રાજકોટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એસો.ના(RITA) પ્રમુખ રોનક રૈયાણી તેમજ આર.કે. ઇન્ફોટેકના CEO સંજય તોગડિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે બહોળી સંખ્યામાં ઉપસ્થિત મેમ્બરોની સર્વસંમતિથી નવા કારોબારી સભ્યોની નીમણૂંક કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદે જતીન સંઘાણી, ઉપપ્રમુખ જયદીપ પટેલ, સેક્રેટરી કૃણાલ ગોધાસરા, જોઈન્ટ સેક્રેટરી અક્ષિત શેઠ, ટ્રેઝરર પ્રશાંત પરમાર, આઈ.પી.પી મનિશ પટેલ, એડ્વાઈઝર તરીકે સુનિલ શાહ, વિશાલ મહેતા અને કેતન દોશીને નિયુક્ત કરવામાં આવ્યા છે.
- Advertisement -
‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાતે આવેલા SSSAના હોદ્દેદારો
કારોબારી સભ્યઓમાં ધર્મેશ ગાઠાણી, હરીકૃષ્ણ દલ, સુમીત જાવિયા, નીલેશ પટેલ, હિમાંશુ રામાવત, પ્રિતેન પીઠડીયા, રમેશ નંદાણીયા, દીપ ગઢવી, અરવિંદ પટેલ (જામનગર કોઓર્ડીનેટર), નીલેશ ઘોડાસરા (મોરબી કોઓર્ડીનેટર), દિક્ષીત ડાભી (સુરેન્દ્રનગર કોઓર્ડીનેટર) ની નિમણુંક કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ પ્રેસિડેન્ટ મનીષ પટેલે એમના વકત્વ્યમાં જણાવ્યું હતું કે. કોરોના દરમિયાન જયારે લોકો શારીરિક, માનસિક અને આર્થીક રીતે ઝઝૂમી રહ્યા હતા ત્યારે એસોશીએશનના તમામ મેમ્બર મિત્રોની કાળજી લઈને તમામ મેમ્બરોનો કુલ મળીને ત્રણ કરોડ પચાસ લાખનો વીમો ઉતરાવ્યો હતો. સમગ્ર વર્ષ દરમિયાન પ્લેટીનમ સ્પોન્સર તરીકે એસોશીએશન સાથે રહી સપોર્ટ કરનાર હિક્વીઝન ઇન્ડિયા પ્રા.લી.ના ખઉ આશિષ ધકાણનો પણ ખાસ આભાર માન્યો હતો.વધુમાં નવનિયુક્ત પ્રમુખ જતીન સંઘાણીએ તેમના વકત્વ્યમાં જણાવ્યું કે, હવે જયારે કોરોનાકાળ પૂર્ણ થવામાં છે ત્યારે આવનારા વર્ષમાં સમગ્ર CCTV સર્વેલન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એની સાથે તમામ જોડાયેલા લોકો પ્રગતિ કરે તે માટે કામ કરવાનું તેમનું લક્ષ્ય રહેશે.
- Advertisement -
સાથે સાથે રાજકોટ સિવાય સમગ્ર સૌરાષ્ટ્રમાં એસોશીએસનના સર્વેલન્સ અને સિક્યુરીટી ઇન્ડસ્ટ્રીઝના લોકો એસોશીએશનના મેમ્બર બની પ્રગતિ કરે તે માટે વિવિધ કાર્યક્રમો કરવા માટે એસોશીએશન તૈયાર છે.
એસોસિએશન દ્વારા આગામી દિવસોમાં અનેકવિધ કાર્યક્રમો
‘સૌરાષ્ટ્ર સિક્યુરિટી એન્ડ સર્વેલન્સ એસોસિએશન’નાં પ્રમુખ જતિન સંઘાણીએ જણાવ્યું હતું કે, ‘એસોસિએશન દ્વારા આગામી દિવસોમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન અમે કરવાનાં છીએ. મોટી-મોટી કંપનીઓને બોલાવી સિક્યુરિટી એન્ડ સર્વેલન્સ ક્ષેત્રમાં કેવી ક્રાંતિ આવી છે, કેવાં-કેવાં ઉપકરણો આવ્યા છે- એ વિશે લોકોમાં જાગૃતિ કેળવવી છે. હોમ ઓટોમેશન ક્ષેત્રે કેવી અદ્ભુત ચીજવસ્તુઓ અને કોન્સેપ્ટ આવ્યા છે- તેનાંથી અમારે જનતાને વાકેફ કરવી છે!’ જતિન સંઘાણી અત્યંત આક્રમક અને કાર્યક્ષમ વ્યક્તિ છે.