શ્રીલંકાના આધારસ્તંભ ક્રિકેટર વાનિંદુ હસરંગાએ ર6 વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કરી દીધી છે અને નિવૃત્તિનું એલાન કર્યુ છે. મર્યાદિત ઓવરની ક્રિકેટમાં લાંબી કારકિર્દી ભોગવવા તેણે ટેસ્ટ ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો છે.
હસરંગા જોકે બે વર્ષથી શ્રીલંકાની ટેસ્ટ ટીમમાં સ્થાન પણ ધરાવતો ન હતો. ર0ર0માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં હસરંગાને ટેસ્ટ કેપ મળી હતી અને અત્યાર સુધીમાં ચાર જ ટેસ્ટ મેચ રમ્યો હતો. ચાર મેચમાં માત્ર ચાર વિકેટ મેળવી હતી.
- Advertisement -
હસરંગાએ છેલ્લી ટેસ્ટ મેચ ર0ર1માં બાંગ્લાદેશ વિરૂધ્ધ રમી હતી. હસરંગા જોકે વન-ડે તથા ટી-20 જેવી મર્યાદિત ઓવરની મેચોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. 48 વન-ડેમાં 67 વિકેટ લેવા ઉપરાંત 83ર રન પણ બનાવ્યા છે. જયારે પ8 ટી-20 મેચ રમ્યો છે જેમાં 91 વિકેટ લેવા ઉપરાંત પ33 રન બનાવ્યા છે.