ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં આજે સદરદાર ચોકથી મોતીબાગ તરફ જવાના માર્ગને સ્વયંભૂ શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર માર્ગનું નામકરણ જાહેર કરવામાં આવ્યુ હતુ. આજે પવિત્ર શ્રાવણમાસના સોમવારના રોજ સવારે 11 વાગ્યે ભગવાન ભોળાનાથ સાથે જોડાયેલ નામ પરથી માર્ગનું નામકરણ કરવામાં આવ્યુ હતુ. કોલેજ રોડ માર્ગને હવેથી સ્વયંભૂ શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર માર્ગ તરીકે જાહેર કરવામાં આવેલ. આ માર્ગની તખ્તીનું અનાવરણ જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર, સ્યેન્ડીંગ ચેરમેન, ડે.મેયર, ધારાસભ્ય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતીમાં માર્ગનું નામકરણ કરવામાં આવ્યુ હતુ.
જૂનાગઢ સરદાર ચોકથી મોતીબાગ સુધીના માર્ગને સ્વયંભૂ ભૂતનાથ મંદિર માર્ગ નામકરણ
