કલેક્ટર કિરણ બી. ઝવેરીની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ
753 શાળાઓ, 30 પીએચસી, 30 ગ્રામ પંચાયતો અને સરકારી વિભાગો દ્વારા યોગ દિવસની ઉજવણી કરાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.20
મોરબી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ રીતે ઉજવણી કરવા બાબત જિલ્લા કલેક્ટર કિરણ બી.ઝવેરીની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પત્રકાર પરિષદ અન્વયે સર્વે જિલ્લાવાસીઓને 21 જૂનના રોજ વહેલી સવારે 06:00 થી 08:00 દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોગની દૈનિક જીવનનો ભાગ બનાવવા કલેક્ટરએ અનુરોધ કર્યો હતો.
સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉર્જા અને ઉત્સાહ સાથે કરવામાં આવનાર છે. મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે જેમાં અંદાજિત 2500 જેટલા લોકો સહભાગી બનશે. મોરબી મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ મણીમંદિર ખાતે યોજાશે જેમાં પણ અંદાજિત 1000 જેટલા લોકો સહભાગી બની છે.
તાલુકા તેમજ નગરપાલિકા કક્ષાના કાર્યક્રમોમાં ટંકારા તાલુકા/નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ શ્રી એમ.પી. દોશી હાઇસ્કુલ ખાતે, માળીયા (મી) તાલુકા/નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ માળિયા તાલુકા પંચાયત કચેરી ખાતે, હળવદ તાલુકા/નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ મહર્ષિ ગુરુકુળ ખાતે અને વાંકાનેર તાલુકા/નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ નગરપાલિકા મેદાન ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં પ્રત્યેક કાર્યક્રમ દીઠ 1000 લોકો મળી 4000 હજાર લોકો સહભાગી બનશે.
ઉપરાંત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મળી 753 શાળાઓ, જિલ્લાની વિવિધ કોલેજ, 3 સીએચસી, 30 પીએચસી, 350 ગ્રામ પંચાયત ઉપરાંત સરકારી બગીચાઓ, પોલીસ સ્ટેશન અને જેલ ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સર્વે જિલ્લાવાસીઓને કલેક્ટર કિરણ બી. ઝવેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.



