કોણ સરકાર બનાવશે તે અંગે અસમંજસ
ખાસ-ખબર સંવાદદાતા
સ્પેનમાં રવિવારે સામે આવેલા ચૂંટણીના પરિણામોમાં કોઇ પણ પક્ષને સંપૂર્ણ બહુમતી મળી નથી. જેના કારણે આગામી દિવસોમાં સ્પેનમાં રાજકીય ઉથલપાથલની પ્રબળ શક્યતાઓ છે.
- Advertisement -
સ્પેનમાં રવિવારે યોજાયેલી ચૂંટણીમાં કોઇ પણ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી જેના કારણે સ્પેનમાં રાજનીતિક સંઘર્ષ જોવા મળી શકે છે. આ ચૂંટણીમાં રૂૂઢિવાદી પોપ્યુલર પાર્ટી (પીપી)ને કુલ 350 સીટમાંથી સૌથી વધારે 136 વોટ મળ્યા છે. જ્યારે સત્તામાં રહેલી સોશલિસ્ટ પાર્ટી(પીએસઓઇ) પોતાની ક્ષમતા કરતાં સારું પ્રદર્શન કરતા 122 સીટ્સ મેળવી છે. પીપીને સૌથી વધારે મત મળ્યા હોવા છતાં સત્તા મેળવવા માટે સંઘર્ષ કરવો પડશે.
પીપી અને ફોર રાઈટ વોક્સ બંને પક્ષ પાસે મળીને કુલ 169 સીટ મળી છે જ્યારે પીએસઓઇ અને સુમાર પક્ષને સંયુક્ત રીતે 153 મીટ મળી છે. જો કે કોઇ પણ પક્ષને સત્તામાં આવવા માટે 176ની જરૂૂર છે. આથી રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે ભલે પોપ્યુલર પાર્ટીને બહુમતી મળી છે તેમ છતાં સત્તા મેળવવી તેમના માટે એક ખૂબ જ મુશ્ર્કેલ છે. જો કે હવે આગળની પરિસ્થિતિ જુંટસ પાર્ટીના સમર્થન પર નિર્ભર કરે છે. આગામી સમયમાં વિજેતા પક્ષને ઑફિશિયલી પોતાની સરકાર બનાવવા માટે 3 અઠવાડિયાનો સમય રહેશે. કિંગ ફિલિપ છઠ્ઠા એક ઉમેદવારનું નામ જાહેર કરીને પાર્ટીના નેતાને મળશે. ત્યારે સ્પેનમાં કોઇની સરકાર બને છે તે તો આગામી સમય જ કહેશે.