વન વિભાગ ગૌ શાળાનો તમામ સામાન પરત આપશે
ખાસ-ખબર સંવાદદાતા
તાલાલાનાં હિરણવેલ ગામે વન વિભાગે ગ્રામજનોએ બનાવેલી ગૌશાળા તોડી પાડી હતી.જેને લઇ ભારે વિવાદ થયો હતો.શનિવારે મૃત ગાય સાથે ગ્રામજનોએ મામલતદાર કચેરીએ ધરણા કર્યા હતાં અને ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. આ ઘટના બાદ વન વિભાગે નમતુ જોખવાની ફરજ પડી હતી. ગૌ શાળા માટે કાયદેસર જગ્યા આપવામાં આવશે અને વન વિભાગ જે સામાન લઇ ગયા તે પરત આપવામાં આવશે. તાલાલાની હિરણવેલની ઘટનાનો શનિવારે મોડી રાત્રે આવ્યો સુખદ અંત આવ્યો હતો.
- Advertisement -
મામલતદાર કચેરીએ મીટીંગો થયા બાદ કલેકટર કચેરીએ અધિકારીઆ, પદાધિકારીઓએ અને આપ નેતા પ્રવીણ રામ અને ગ્રામજનો સાથે લાંબા સમયની ચર્ચા થઇ હતી. જેમાં ગ્રામજનોને ગૌશાળા માટે કાયદેસરની જગ્યા ફાળવવાની અને ફોરેસ્ટ જે સામાન લઈ ગયું છે એ પરત આપી દેવાની તંત્રએ બાહેંધરી આપી હતી. બાદ મૃત ગાયની હીરણવેલ ગામમા વિધિવત રીતે સમાધિ આપવામાં આવી હતી.