NASA સહિત દુનિયાભરની અંતરિક્ષ એજન્સીઓ એલર્ટ પર છે, કારણ કે પૃથ્વીની નજીકથી 89 ફુટ પહોળો એક વિશાળ પદાર્થ આવી રહ્યો છે. નાસાએ આ એસ્ટેરોયડ 2023 CJ1 સ્પેસ રોક અંગે ચેતવણી આપી છે.
નાસા સહિત દુનિયાભરની ઘણી અન્ય એજન્સીઓએ એસ્ટેરોયડ એટલે કે મોટા ક્ષુદ્રગ્રહને લઈને એલર્ટ જાહેર કર્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે એસ્ટેરોયડ 2023 CJ1 હાઇપરસોનિક બૈલિસ્ટિક મિસાઇલ કરતાં લગભગ 25,755 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર નાસાએ જણાવ્યું કે એસ્ટેરોયડનો આકાર આશરે 89 ફૂટ પહોળો છે અને તે લગભગ 48 લાખ કિલોમીટરના અંતરેથી પૃથ્વીની સૌથી નજીક પહોંચશે.
- Advertisement -
નાસાએ આપી ચેતવણી
રિપોર્ટ અનુસાર સૌરમંડળનો સૌથી મોટો એસ્ટેરોયડ સેરેસ 939 કિલોમીટર પહોળો છે. ચોંકાવનારી વાત તો એ છે કે પૃથ્વી પર જીવનને સમાપ્ત કરવા અને ગ્રહને નષ્ટ કરવા માટે આવા વિશાળ એસ્ટેરોઈયની કોઈ જરુરીયાત નથી. પૃથ્વી પર જીવનને સંપૂર્ણરીતે સમાપ્ત કરવા માટે એક એસ્ટેરોયડને આશરે 96 કિ.મી પહોળો હોવું જોઈએ, જો કે નાના એસ્ટેરોયડ પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ આ લગભગ એટલું મોટું નથી, નાસાએ ચેતવણી આપી છે કે 89-ફૂટનો એક એસ્ટેરોયડ પૃથ્વીની તરફ ઝડપથી વધી રહ્યું છે.
એસ્ટેરોયડ 2023 CJ1
નાસા સહિત દુનિયાભરની અંતરિક્ષ એજન્સીઓ એલર્ટ પર છે, કારણ કે આજે પૃથ્વીની નજીકથી 89 ફુટ પહોળો એક વિશાળ પદાર્થ પસાર થવાની સંભાવના છે. નાસાએ ચેતવણી આપી છે કે એસ્ટેરોયડ 2023 CJ1 નામનો આ સ્પેસ રોક 48 લાખ કિલોમીટરના અંતરેથી પૃથ્વીની સૌથી નજીક પહોંચશે. સામાન્ય માણસને આ અંતર ઘણું વધારે લાગી શકે છે,પંરતુ ખગોળીય અંતરનાં પ્રમાણમાં આ નાની સંખ્યા છે. આ પહેલાંથી જ 25755 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આપણા ગ્રહ તરફ આગળ વધી રહ્યું છે, જે એક હાયપરસોનિક બૈલેસ્ટિક મિસાઈલની ઝડપ કરતાં લગભગ બેગણી છે.
એસ્ટેરોયડનો અભ્યાસ
નાસા ન માત્ર પોતના અંતરિક્ષ દુરબીનો અને વેધશાળાઓ જેવી કે NEOWISE નો ઉપયોગ દુરના એસ્ટેરોયડનું નિરીક્ષણ અને અભ્યાસ કરવા માટે કરે છે, પરંતુ અટાકામા રણના એંટોફગાસ્ટા વિસ્તારમાં સ્થિતિ અટાકામા લાર્જ મિલિમીટર/ સબમિલીમીટર એરે (ALMA) જેવા વિવિધ પ્રકારના ગ્રાઉન્ડ-આધારિત ટેલિસ્કોપનો પણ ઉપયોગ કરે છે.
- Advertisement -