મેળાના બંદોબસ્તમાં ગેરહાજર 30 પોલીસકર્મી 5 -5 હજારનો દંડ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
જૂનાગઢ જિલ્લાના ભેસાણ નજીક આવેલ સુપ્રસિદ્ધ પરબધામ ખાતે પ્રતિ વર્ષ અષાઢીબીજ નિમિતે મેળો યોજાય છે.આ બીજ મહોત્સવમાં સૌરાષ્ટ્ર ભરમાંથી હજારો લાખોની સંખ્યામાં લોકો પરબધામનો મેળો માણવા પધારે છે.ત્યારે કોઈ અનિચ્છિય બનાવ ન બને તેના માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે.જેમાં ડીવાયએસપી હિતેશ ધાંધલિયા, નિકિતા શિરોયા, પીઆઇ એન.એલ.પાંડોર ઉપરાંત 12 પીએસઆઇ, 201 પોલીસ જવાનો અને એક એસઆરપી કંપનીના જવાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે.
- Advertisement -
પરબધામ ખાતે અષાઢીબીજ નિમિતે મેળાના આયોજન સાથે પરબધામ ખાતે અનેક ધાર્મિક પ્રસંગો અને બોહળી સંખ્યમાં લોકો એક સાથે ભોજન લઇ શકે તેવું આયોજન કરવામાં આવે છે.ત્યારે મેળો માણવા આસપાસના વિસ્તાર સહીત સમગ્ર સૌરાષ્ટ્ર માંથી ખુબ મોટી સંખ્યમાં લોકો ઉમટી પડે છે.ત્યારે અષાઢીબીજનો મેળો આવતીકાલથી શરુ થઇ જશે જોકે આજથી ભાવિકોનું આગમન થઇ ગયું છે અને કાલે રવિવાર હોવાને લીધે વધુ ભીડ જોવા મળશે ત્યારે પરબધામમાં યોજાતા મેળાની સરપ્રાઈઝ વિઝીટ એસપી હર્ષદ મેહતા કરી હતી અને પોલીસ બંદોબસ્તની સમીક્ષા સાથે નિરીક્ષણ કર્યું હતું.જેમાં એસપીની ઓચિંતી વિઝીટ કરતા 30 પોલીસકર્મી ગેરહાજરી જોવા મળી હતી ત્યારે જે પોલીસમેન ગેરહાજર હતા તેને રૂ.5 – 5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.