સાઉથ આફ્રિકાએ 10 વર્ષ બાદ એશિયાઇ મહાદ્વીપ ટેસ્ટમાં જીત મેળવી છે. આ જીતથી આફ્રિકાની ટીમ WTC ટેબલમાં એક મોટો જમ્પ લઈને 4 સ્થાને પહોંચી છે. જો કે ભારતીય ટીમ વર્લ્ડ ટીમ ટેસ્ટ ચેમ્પિયનશિપની માર્કશીટમાં પહેલા સ્થાને છે. ભારતે અત્યાર સુધી 12 મેચમાં 8 જીત, 3 હાર અને 1 ડ્રોની સાથે 98 પોઇન્ટ્સ છે.
સાઉથ આફ્રિકાને બમ્પર ફાયદો, બાંગ્લાદેશ બહાર
મીરપુર ટેસ્ટમાં યાદગાર જીત પછી સાઉથ આફ્રિકાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ પોઇન્ટ્સ ટેબલ પર બમ્પર ફાયદો થયો છે. આફ્રિકાની ટીમ હવે WTC માર્કશીટમાં ચોથા નંબરે પહોંચી ગઈ છે. સાઉથ આફ્રિકાના PCT વધીને 47.62 થઈ ગયો છે. આફ્રીકી ટીમ માર્કશીટમાં ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડથી આગળ નીકળી ગઈ છે. ત્યારે બાંગ્લાદેશની ટીમ આ હાર છતાં WTC ટેબલમાં સાતમા સ્થાને છે, જોકે તેનો CPT 34.38 થી ઘટીને 30.56 થઈ ગયો છે.
ભારતીય ટીમનું સમીકરણ
- Advertisement -
જણાવી દઈએ ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયનશિપની માર્કશીટમાં અત્યારે પહેલા ક્રમે છે. તેને અત્યાર સુધી 12 મેચમાં 8 જીત, 3 હાર અને 1 ડ્રોની સાથે 98 પોઇન્ટ્સ છે. ભારતને વર્તમાન ચક્રમાં વધુ 7 મેચ રમવાની છે. ભારતને પાંચ ટેસ્ટ મેચ માટે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાનો છે. તેની પહેલા તે પૂણે અને મુંબઈમાં ન્યુઝીલેન્ડથી ટેસ્ટ મેચ રમી રહી છે. ભારતને ફાઇનલમાં પહોંચવા માટે મિનિમમ 3 મેચ જીતવાની જરૂર છે.
WTC ટેબલમાં ઓસ્ટ્રેલિયા 2 સ્થાને છે. તેને 12 મેચમાં 8 જીત, 3 હાર અને 1 ડ્રો સાથે 90 પોઇન્ટ્સ છે. ત્યારે શ્રીલંકા 3 સ્થાને છે. શ્રીલંકાએ 9 મેચમાં 55.56% અને 60 પોઇન્ટ્સ છે. જ્યારે સાઉથ આફ્રિકા 4 નંબરે, ન્યૂઝીલેન્ડ 5મા નંબરે અને ઈંગ્લેન્ડ 6 નંબરે છે. ત્યારે બાંગ્લાદેશ 7, પાકિસ્તાન 8 અને વેસ્ટિનડીઝ 9માં નંબરે છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની આ ત્રીજું ચક્ર છે, જે 2023 થી 2025 સુધી ચાલસે. ત્રીજા ચક્ર માટે ICC પોઇન્ટ્સ સિસ્ટમ સાથે જોડાયેલા નિયમો પહેલા જ જાહેર કરી દીધા છે. ટેસ્ટ મેચ જીતવા પર ટીમને 12 પોઇન્ટ, મેચ ડ્રો થવા પર 4 પોઈન્ટ અને મેચ ટાઈ થવા પર 6 પોઈન્ટ મળશે.
ત્યારે મેચ જીતવા પર 100%, ટાઈ થવા પર 50%, ડ્રો થવા પર 33.33% અને હારવા પર 0% મળશે. કોઈ પણ બે મેચની સીરિઝમાં કુલ 24 પોઈન્ટ અને 5 મેચની સીરિઝમાં 60 પોઈન્ટ મળશે. WTC ટેબલમાં રેન્કિંગ ટીમની ટકાવારીના આધારે નક્કી થશે.