વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદીરના દ્વાર 11 જૂનથી ભાવિકો માટે ખૂલ્લા મુકવામાં આવશે, રાજય સરકાર ની નવી ગાઇડ લાઇન જાહેર થયા બાદ નિર્ણય લેવાયો છે કે સોમનાથ મંદીર દર્શન માટે ખૂલશે. 11જૂન થી સોમનાથ ના દ્વાર ભાવિકો માટે ખૂલશે પરંતુ સોશિયલ ડિસ્ટન્સ સહીત ગાઇડ લાઇન નુ પાલન કરવું ફરજિયાત રહેશે.
સોમનાથ મંદીર સવારે 7/30 વાગ્યા થી રાત્રિ ના 8 વાગ્યા વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે. જો કે સવારે, બપોર અને સાંજની આરતી માં ભાવિકો ને પ્રવેશ નહી મળે. દર્શન માટે ભાવિકો એ ઓન લાઇન અને ઓફ લાઇન પાસ ફરજિયાત કરવામાં આવ્યા છે.
- Advertisement -
આ સાથે જ કચ્છનું માતાનામઢ માં આશાપુરાનું મંદિર ફરી દર્શનાર્થીઓ માટે ખુલશે. જો કે અહીં કોરોનાકાળના કારણે અતિથીગ્રહ અને ભોજનશાળા હજી પણ બંધ રહેશે.


