દરેકના જીવનમાં બાળપણનાં તોફાનો ધીંગા-મસ્તી સાથે ઉછળકુદનાં સંસ્મરણો હશે જ. આ બધી વાતો સાથે કેટલીય યાદો માનસપટ્ટમાં સચવાયેલી હોય છે જે ક્યારેય વીસરાતી નથી. બાળપણની દરેક વાતને પ્રસંગો ઘણું શિખવી જતું હતું. લીડરશીપ, ભાઇચારો, લાગણી, સમજદારી, નિર્ણયશક્તિ, મુશ્કેલીમાંથી માર્ગ કાઢવો, આયોજન સાથે ઓછી વસ્તુઓમાં આનંદ કેમ મેળવવો તેવી ઘણી બધી આવડત કે ગુણોનો વિકાસ થતો હતો. હસતા-હસતા ખોટુ બોલતા એટલે જ દર વખતે બાળપણમાં પકડાઇ જતા હતા. દરેકના જીવનમાં સૌથી સોનેરી પાના તેના બાળપણના જ લખાયા હશે. બાળપણમાં ભલે આપણા નાના હતા પણ હિંમત અને સપનાઓ બહુ મોટા હતા. દરેક બાળકમાં છૂપી કલાઓ ભરપૂર પડી જ હોય છે. જરૂર છે તેને માત્ર પ્રોત્સાહન આપવાની એ જમાનામાં મારા-તમારા કે અન્યોમાં ઘણી શક્તિ કે કલા પડી હશે પણ માનસિક રીતે ઘણા સુખી થઇ ગયા હતા. એ જમાનાના રમકડાં આજના બાળકોએ જોયા પણ નહીં હોય. આજે ટીવી-મોબાઇલ વચ્ચે વેકેશનની મઝા શું છે તેની બાળકોને ખબર જ નથી. ત્યારે રાજકોટમાં છેલ્લા 2 દિવસથી 40 ડિગ્રીથી વધુ તાપમાન રહે છે. ધોમધખતા તડકામાં ઠંડુ પાણી અમૃત સમાન લાગે છે. ત્યારે રાજકોટમાં નાના બાળકો પોતાના બચપનનો આનંદ માણતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે નાના બાળકો પોતાના અલગ અંદાજમાં મોજ માણી રહ્યા હોય તેવું દ્રશ્યમાન થઇ રહ્યું છે. જેમાં બાળકો એકબીજા પર પાણી છાંટીને એકબીજાને નવડાવી મોજ મસ્તીએ ચડ્યા છે. નાના ભૂલકાઓની આ નિખાલસતા જોઈ કોઈને પણ જાણે પોતાનું બચપન યાદ આવી જાય. ને બોલાઈ જાય કે, કોઇ લૌટા દે મેરે બિતે હુએ બચપન કે દિન…
Follow US
Find US on Social Medias



