તા.4 થી 7 એપ્રિલ સુધી હજારો મુસાફરોએ ગરમીમાં હાલાકી ભોગવવી પડશે
પશ્ર્ચિમ રેલવેમાં સુરત અને ઉધના સ્ટેશનની વચ્ચે બ્રિજના કામ અથે સ્ટીલ ગર્ડર લોંન્ચ કરવાનું હોવાથી તા.4 થી 7 એપ્રિલ સુધી કેટલીક ટ્રેનો 10 મિનિટથી લઇને બે કલાક સુધી મોડી પડશે. ગરબી રથ, બાન્દ્રા ટર્મિનસ ચંદીગઢ, સૂર્યનગરી એક્સપ્રેસ, હમસફર એક્સપ્રેસ વગેરે ટ્રેનો મોડી પડશે.
તા. 4 એપ્રિલે બાન્દ્રા ટર્મિનસ-ચંદીગઢ 1 કલાક 50 મિનિટ, બાન્દ્રા ટર્મિનસ-હિસાર 1 કલાક 40 મિનિટ, બાન્દ્રા ટર્મિનસ-અમૃતસર 1 કલાક 30 મિનિટ, યશવંતપુર-બિકાનેર 1 કલાક, બાન્દ્રા ટર્મિનસ-જોધપુર 35 મિનિટ, મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ 10 મિનિટ મોડી પડશે.
- Advertisement -
તા.5 એપ્રિલે બાન્દ્રા ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલ્લા 1 કલાક 50 મિનિટ, કોચુવેલી-ચંદીગઢ 1 કલાક 40 મિનિટ, બાન્દ્રા ટર્મિનસ-અમૃતસર 1 કલાક 30 મિનિટ, વલસાડ-હરિદ્વાર 1 કલાક, બાન્દ્રા ટર્મિનસ-જોધપુર 35 મિનિટ, પુણે-હઝરત નિઝામુદ્દીન 30 મિનિટ, મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ 10 મિનિટ મોડી પડશે.
તા.6 એપ્રિલે બાન્દ્રા ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલ્લા 1 કલાક 50 મિનિટ, બાન્દ્રા ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલ્લા 1 કલાક 40 મિનિટ, બાન્દ્રા ટર્મિનસ-અમૃતસર 1 કલાક 30 મિનિટ, બાન્દ્રા ટર્મિનસ-હરિદ્વાર 1 કલાક, બાન્દ્રા ટર્મિનસ-જોધપુર 45 મિનિટ, મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ 10 મિનિટ મોડી પડશે.
- Advertisement -
તા. 7 એપ્રિલના રોજ બાન્દ્રા ટર્મિનસ-ચંદીગઢ 1 કલાક 50 મિનિટ, કોચુવેલી-અમૃતસર 1 કલાક 40 મિનિટ, બાન્દ્રા ટર્મિનસ-અમૃતસર 1 કલાક 30 મિનિટ, બાન્દ્રા ટર્મિનસ-જોધપુર 45 મિનિટ, ચેન્નાઇ સેન્ટ્રલ-અમદાવાદ 35 મિનિટ મોડી પડશે. મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ 10 મિનિટ મોડી પડશે.