સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
સા વિદ્યા યા વિમુકતયે
- Advertisement -
હમણાં બોર્ડની પરીક્ષાની મૌસમ ચાલે છે તો પરીક્ષા, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અભિગમ બાબતે થોડી વાતો: પરીક્ષા એક એવી વસ્તુ છે જે દેનારને દેવી નથી ગમતી, લેનારને લેવી નથી ગમતી તેમજ પેપર ચેક કરનારને તે ચેક કરવા નથી ગમતા. રિઝલ્ટ તો મોટા ભાગનાંઓને ગમતા જ નથી. ચાલો નથી ગમતી તોય ચલાવી છે તો તેમાં કંઈક સાર્થકતા અને તેની કોઈ ગુણવત્તા તો હોવી જોઈએ ને! (જોકે એના અભાવે જ કોઈને નથી ગમતી.) તોય, આ વાર્ષિક પરીક્ષા વ્યવસ્થા તરીકે ચાલે જ છે એ બાબત બહુમતી ખોટી પણ હોય શકે તેનું બહુ મોટું ઉદાહરણ છે.
કોરોનાકાળ દરમિયાન વિદ્યાર્થીઓને ભાંડતી એક પોસ્ટ બહુ વાઇરલ થઈ છે જેમાં એવું કહેવાયું છે કે, “જ્યાં વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્સલ થવા પર પાર્ટી કરતાં હોય અને શિંસજ્ઞિંસ, ાીબલ બેન થવા પર દુ:ખી થતાં હોય એવા દેશમાં બેરોજગારો જ પેદા થાય બિલ ગેટ્સ નહીં.” જે વિદ્યાર્થીઓને શિક્ષકો 9માં ધોરણ સુધી ચડાઉ પાસ કરતાં હોય એ કારણે 10મા ધોરણમાં વાંચતા-લખતા ન આવડતું હોય એ
વિદ્યાર્થીઓ શું આંખો બિછાવી પરીક્ષાની રાહ જુએ!?
જ્યાં 10મા-12મા ધોરણની પ્રિલીમ્સ સુધી સ્ટ્રીકટ સુપરવિઝન કરતાં શિક્ષકો જ બોર્ડ એક્ઝામ્સ પહેલા વિદ્યાર્થીઓને ચોરી કરતાં શીખવે ત્યાં વિદ્યાર્થીઓને આવી બે કોડીની પરીક્ષાઓ પ્રત્યે માન જાગે!?
જ્યાં મમ્મી અને પપ્પા સવારનાં પહોરમાં ઉઠીને સૌથી પહેલા મોબાઈલ મચડતા હોય, 4-5 વર્ષનાં છોકરાને છાનો રાખવા તેના હાથમાં મોબાઈલ પકડાવી દેતા હોય ત્યાં છોકરાઓ મોટા થઈને સળંગ 4-5 કલાક વાંચશે એવી આશા રાખો છો!? શિક્ષણ વ્યવસ્થા વિષયલક્ષી નહીં પણ વિદ્યાર્થીલક્ષી હોવી જોઈએ. આપણી શિક્ષણ વ્યવસ્થા તો “માર્કસવાદી” છે. એમાં બાળકો મન લગાવી શીખવા પ્રેરાય કે શોર્ટકટ લઈને ચોરી/ગોખણપટ્ટી કરવા! સાવ એવુંય નથી કે વિદ્યાર્થીઓ દૂધે ધોયેલા છે અને બધો વાંક વાલીઓ/શિક્ષકોનો છે પણ આ એક્ઝામ્સ, ાીબલ અને બિલ ગેટ્સ વાળી વાતનો અતિરેક થઈ ગયો એટલે મેં લખ્યું. કોઈકવાર વિદ્યાર્થીઓની જવાબદારીઓ વિશે પણ વાત કરીશ. પરીક્ષા લેવી એ ખોટી કે ખરાબ બાબત નથી પણ એ જે રીતે લેવાય છે એ સાવ બોગસ છે. જો પેલો જળાશયનો રક્ષક એવો મહાભારતનો યક્ષ યુધિષ્ઠિરને બદલે મને એમ પૂછે કે આ જગતનું સૌથી મોટું આશ્ચર્ય શું છે તો મારો ઉત્તર એ હોય કે આ પરીક્ષા વ્યવસ્થા તરીકે ચાલે છે એ મારે મન સૌથી મોટું આશ્ચર્ય છે.
પૂર્ણાહુતિ:
- Advertisement -
વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચિટિંગ એટલે કરે છે કારણ કે આપની શિક્ષણ વ્યવસ્થા શીખવા કરતાં સારા માર્ક પર વધારે ભાર આપે છે