બધા ભારતીયો હિન્દુ છે અને હિન્દુઓ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, આપણે ઈન્ડિયાને બદલે ભારત શબ્દ પ્રયોજવો જોઈએ: સંઘ વડા
ખાસ-ખબર સંવાદદાતા
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે નાગપુરમાં તેમ જ ગુવાહાટીમાં યોજાયેલા એક-એક કાર્યક્રમને સંબોધન કર્યું હતું. એમાં તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો સ્વાર્થના કારણે સ્વીકારતા નથી, પરંતુ ભારત એક હિન્દુરાષ્ટ્ર છે. કારણ કે ભારતમાં રહેતા બધા જ ભારતીયો હિન્દુ છે. હિન્દુઓ ભારતનું પ્રતિનિધિત્વ છે. હિન્દુ માત્ર ધર્મ નથી. ભારતમાં રહેતા તમામ ભારતીયોને સંસ્કૃતિ છે અને તેનો અસ્વીકાર થઈ શકે નહીં.
- Advertisement -
આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું કે ભારત સ્પષ્ટપણે એક હિન્દુ રાષ્ટ્ર છે અને તમામ ભારતીયો આ હિન્દુ ઓળખનો હિસ્સો છે જે સમગ્ર રાષ્ટ્રને આવરી લે છે. ભાગવતે એક પ્રકાશન સંસ્થાની નવી ઈમારત મધુકર ભવનના ઉદ્ઘાટન દરમિયાન નાગપુરમાં આ નિવેદન આપ્યું હતું. ભાગવતે પોતાના નિવેદનની સ્પષ્ટતા કરતા કહ્યું કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે અને આ નિર્વિવાદ વાસ્તવિકતા છે. સૈદ્ધાંતિક રીતે તમામ ભારતીયો હિન્દુ જ છે અને હિન્દુ શબ્દ ભારતની સમગ્ર વસતીને આવરી લે છે. ભારતમાં રહેતા તમામ લોકો હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ વંશ અને હિન્દુ રાષ્ટ્ર સાથે ગહન જોડાણ ધરાવે છે. તેમણે કબૂલ કર્યું કે કેટલાક લોકો આ અભિગમને સમજે છે અને તેને સમર્થન આપે છે જ્યારે અન્ય લોકો વ્યક્તિગત આદતો અને સ્વ-હિતથી પ્રેરાઈને તેનો સંપૂર્ણ રીતે અમલ નથી કરતા જ્યારે કેટલાક આ બાબત વિશે અજાણ છે અથવા તેને ભૂલી ગયા છે.
વધુમાં ભાગવતે વિશ્વભરમાં આ વિચારધારાને ખાસ કરીને મીડિયા દ્વારા પ્રોત્સાહન આપવાની રાષ્ટ્ર અને સમાજની જવાબદારી હોવાનું કહ્યું હતું. તેમણે પર્યાવરણ જાળવણીની પણ હાકલ કરી હતી અને સ્વદેશી, પારીવારિક સંબંધો અને શિષ્ટતાના મૂલ્યો પર ભાર મુક્યો હતો. મોહન ભાગવતે જણાવ્યું કે અમારી વિચારધારા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ વિચારધારાનો હકીકતમાં કોઈ વિકલ્પ નથી એમ તેમણે જણાવ્યું.
ગુવાહાટીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સંઘના વડાએ કહ્યું કે આપણે દેશનું નામ ઈન્ડિયાને બદલે ભારત કહેવું જોઈએ.