ધારાસભ્યો, સ્ટેન્ડિંગ ચેરમેન અને કોર્પોરેટરોએ દુંદાળા દેવના દર્શન કર્યા
રાજકોટના રૈયારોડ પર આવેલી સોજીત્રાનગરમાં પ્રથમવાર ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. આ મહોત્સવમાં રોજ સવારે 9થી 11 અને સાંજે 4થી 6 ધૂન રાખવામાં આવે છે. તેમજ રોજ સવારે 8 કલાકે અને સાંજે 7:30 કલાકે મહાઆરતી કરવામાં આવે છે. આ ઉપરાંત ગણેશોત્સવમાં રોજ વ્યસનમુક્તિ કેમ્પ અભિયાન ચલાવવામાં આવે છે. અહિં રોજ મોટી સંખ્યામાં ભાવિકો દર્શને અને આરતીનો લાભ લે છે તેમજ દર્શને પરિવાર સાથે આવતા બાળકો માટે ફ્રી રાઇડ રાખવામાં આવી છે. ધારાસભ્ય રમેશભાઈ ટીલારા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ ઠાકર, વોર્ડ નં.8 ટીમ પ્રભારી સંજયભાઈ દવે, મહામંત્રી નિલેશભાઈ ભટ્ટ, રવિ ચાંગેલા, કોર્પોરેટર ડો દર્શનાબેન પંડ્યા, પ્રીતિબેન, રાજકોટ શહેર ભાજપ મંત્રી હરેશભાઈ કાનાણી, વોર્ડ નં.10 પ્રમુખ જયેશભાઈ ચોવટિયા, વોર્ડ નં.17 પ્રમુખ જયપાલભાઈ ચાવડા, વોર્ડ નં.7 મહામંત્રી પાર્થરાજ ચૌહાણ અને ચંદ્રેશભાઇ જેઠાણી સહિતના ઉપસ્થિત રહી મહાઆરતીનો લાભ લીધો હતો. સોમવારે પાણીપુરીની સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો. આજે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ આવતીકાલે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સમગ્ર ગણેશોત્સવ માટે સોજીત્રાનગર કા રાજા મિત્ર મંડળ દ્વારા જેમાં દેવકરણ જોગરાણા, ઉત્સવ મકવાણા, કશ્યપ ગોસ્વામી, ઋષિરાજસિંહ ગોહિલ, ભાવિન માંડલીયા, યશ રાઠોડ, મિતરાજ સેલાવ, હેરિશ ગોસ્વામી, જયેન્દ્રસિંહ સરવૈયા, કહાન પટેલ, કથન પટેલ, ઋષિ ગોસાઇ, અકિલ જલવાણી અને જગદિશભાઇ તંતી જહેમત ઉઠાવી રહ્યા છે.