બન્ને આરોપી 1-1 ગ્રામની પડીકી બનાવી રૂ. 2500થી 3000માં વેચતા હતા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઉમંગ પટેલ અને જલાલ સૈયદ નામના શખ્સને જઘૠ ટીમે ઝડપી લીધા હતા. આરોપીઓએ 1-1 ગ્રામની પડીકીઓ બનાવી બંધાણીઓને રૂ.2500થી 3000માં વેચતા હોવાનું કબૂલ્યું છે. રૂ.40 હજારની કિંમતનું 4 ગ્રામ ડ્રગ્સ, દારૂની એક બોટલ, ઇલેક્ટ્રિક બેટરી વાળા 3 વજન કાંટા, પ્લાસ્ટિકની વેક્યુમ વાળી નાની 10 પડીકીઓ, આઈફોન સહિત રૂ.50 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
- Advertisement -
મળતી વિગત મુજબ રાજકોટ શહેર જઘૠએ બાતમી આધારે યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે, ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર ખાતેથી રાજકોટના ઉમંગ ગોવિંદ ભુત અને ફ્રૂટના વેપારી જલાલ તાલબ કાદરીને ખઉ ડ્રગ્સ અને દારૂની બોટલ સાથે ઝડપી લીધા હતા. બાદમાં યુનિવર્સિટી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.