ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જીલ્લામાં બોગસ ડોક્ટર પ્રેક્ટીસ કરનારા સામે પોલીસ દ્રારા કાર્યવાહી કરવામાં આવી છે. જીલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જીલ્લામાં બોગસ ડોક્ટરોની ડિગ્રી વગર ક્લિનિક ચલાવી મેડિકલ પ્રેકિટસ કરી દર્દીઓને નિદાન/સારવાર આપી માનવ જીંદગી સાથે ચેડા કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપવામાં આવેલ. જે અનુસંધાને સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ(જઘૠ) ટીમે અમરેલી જીલ્લાના બગસરાના મોટા મુંજીયાસર ગામેથી ખાનગી બાતમીના આધારે એસ.ઓ. જી. ટીમે ડીગ્રી વગર પ્રેક્ટીસ કરતા 29 વર્ષીય હિરેન વસંતભાઈ રાઠોડને ઝડપી પાડયો હતો. એસ.ઓ.જી. પીઆઇ આર.ડી ચૌધરીની ટીમ દ્વારા સ્થાનિક મેડીકલ ઓફિસરની હાજરીમાં દરોડા પાડ્યા હતા. અને બોગસ તબીબ પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડીકલ લગતા સાધન સામગ્રી વગેરે મેડિકલના જથ્થા કુલ 9,001.81 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. હાલ વધું તપાસ અર્થે બગસરા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે. આ કામગીરીમાં અમરેલી એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ સબ ઈન્સપેક્ટર એન.બી.ભટ્ટ, એસ.ઓ.જી.ટીમના. એ.એસ.આઈ.નાજભાઈ પોપટ, પોલીસ કોન્સ. પ્રવિણસિંહ ચૌહાણ, સુરેશભાઈ ચૌહાણ તથા મેડીકલ ઓફીસર ઙઇંઈ માવજીંજવા ડો.નિરવ રાખોલીયા દ્વારા કરવામાં આવેલ છે.