ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં એક બાળક રમતી વખતે સાપને ગળી ગયો હતો. જ્યારે બાળકની માતાએ તેના મોઢામાં સાપની પૂંછડી જોઈ ત્યારે તે તેને પકડીને બહાર કઢી. જ્યારે સાપને બહાર કાઢવામાં આવ્યો ત્યારે તે મરી ગયો હતો. આ ઘટના બાદ પરિવારે બાળકને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં પણ ખળભળાટ મચી ગયો હતો.
ફતેહગંજ પશ્ચિમી પોલીસ સ્ટેશન વિસ્તારના ભોલાપુરમાં રહેતો ધર્મપાલનો એક વર્ષનો પુત્ર ઘરે રમી રહ્યો હતો. તે દરમિયાન ક્યાંકથી સાપ આવ્યો. બાળકે રમતી વખતે સાપને તેના મોંમાં મૂક્યો. તે દરમિયાન બાળકની માતા સોમવતીએ બાળકને જોયો. બાળકની માતાએ બાળકના મોંમાંથી પૂંછડી લટકતી જોઈ. તેણે ઝડપથી સાપની પૂંછડી કાઢી ત્યાં સુધીમાં સાપ મરી ગયો હતો. આ પછી, પરિવાર સાપ અને બાળકને લઈને જિલ્લા હોસ્પિટલમાં પહોંચ્યો હતો. અહીં તેમણે ડોક્ટર્સને સમગ્ર ઘટનાની જાણ કરી. ડોક્ટર્સે બાળકની તપાસ કર્યા બાદ સારવાર શરૂ કરી હતી. તબીબોનું કહેવું છે કે બાળક જોખમમાં નથી. સારવાર બાદ તેને ઘરે પરત મોકલી દેવામાં આવ્યો છે.