ખાસ-ખબર ન્યૂઝ પાટણ
પાટણ જિલ્લાના હારીજ નગરપાલિકા દ્વારા સોમનાથનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઈનની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં સ્થાનિક રહીશો દ્વારા સમગ્ર હારીજ શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી સંતોષકારક ન હોઈ અનેક વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યા યથાવત હોઈ નગર વિકાસ કમિટી દ્વારા પાલિકા ચીફ ઓફિસર પાસે રજુઆત કરવામાં આવી હતી.
- Advertisement -
આજરોજ નગર વિકાસ કમીટી દ્વારા સોમનાથનગર વિસ્તરમાં ફેજ 2 ગટર લાઈનની કામગીરી સોમનાથનગર વિસ્તરમાં શરૂ કરાતા પાલિકા ચીફ ઓફિસર પાસે માહિતી અધિનિયમ મુજબ માહિતી માંગવામાં આવી હતી. નગરપાલિકામાં આરટીઆઈ કરવામાં આવી છે. જે ગટર લાઈનનું ફેજ 2નું કામકાજ કે સોમનાથનગરમાંથી શરૂઆત કરવામાં આવી છે. જે કામમાં ભ્રષ્ટાચારની રાડ ઉઠવા પામી છે. જેને ધ્યાનમાં લઇ નગર વિકાસ કમિટી દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર પાસે અને માહિતી અધિકારી પાસે ફેજ 2નો ટેન્ડરિંગ કામ, ગટર લાઈનનો ટોટલ નકશો અને કામકાજ કઈ કંપનીને અને કેટલામાં આપેલું છે તેની સંપૂર્ણ માહિતી આરટીઆઈ દ્વારા માગવામાં આવી છે. જેની માહિતી જો નગરપાલિકા 30 દિવસમાં ન આપી શકે તો કમિટી દ્વારા પાલિકા નિયામક અને મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરવામાં આવશે.
હારીજમાં ભૂગર્ભ ગટરની કામગીરીને લઈ પાલિકામાં આર.ટી.આઈ. માહિતી માંગવામાં આવી