દૂર્ઘટના સમયે કે હોનારત વખતે ઘણાં લોકો મોબાઈલમાં ફોટો ખેંચવામાં કે વિડીયો ક્લિપ બનાવવામાં બીઝી થઈ જાય છે. વિડીયો રેકોર્ડિંગ અને ફોટોગ્રાફસ ખેંચીને ફિશીયારી મારવામાં તમારી પ્રાથમિક ફરજ ચૂકશો નહીં
ઘેર મહેમાન આવ્યા હોય ત્યારે પણ ડોક નીચી કરીને સોશિયલ મીડિયામાં ડૂબ્યા રહેવું એ મહેમાનનું પણ અપમાન છે અને સાચી મહેમાનગતિ પણ નથી. મહેમાન આવ્યા હોય ત્યારે મોબાઈલને એક તરફ મૂકીને શાંતિથી તેમની સાથે વાત કરો- તેમને એટેન્ડ કરો. એવી જ રીતે જ્યારે મહેમાન ઘેર પધાર્યા હોય ત્યારે મોબાઈલ પર કોઈ અન્ય સાથે લાંબી-લાંબી વાતો કરવાનું ટાળો. કેટલાક લોકોને એવી આદત હોય છે કે, મહેમાનોની નોંધ લીધા વગર કોઈ ત્રીજી વ્યક્તિ સાથે એટલી લાંબી વાતો કરવાનું ટાળો. કેટલાક લોકોને એવી આદત હોય છે કે, મહેમાનોની નોંધ લીધા વગર કોઈ ત્રીજી વ્યક્તિ સાથે એટલી લાંબી વાતો કરે છે કે, મહેમાનો પાસે એકબીજાનાં મોં જોવા સિવાય કોઈ વિકલ્પ જ રહેતો નથી.
- Advertisement -
એક વખત કોઈને ફોન જોડો અને સામેની વ્યક્તિ મોબાઈલ પર તમારો ફોન એટેન્ડ ન કરે, કોઈ પ્રત્યુતર ન આવે તો બીજી વખત તેમને ફોન કરવામાં કમસે કમ કલાક- બે કલાકનું અંતર રાખો. કેટલાક લોકોને એવી આદત હોય છે કે, સામેની વ્યક્તિ ફોન ન ઉપાડે તો પછી સતત તેમને ફોન કર્યા જ રાખે છે. આ એક પ્રકારની ગેરશિસ્ત છે. બહુ અર્જન્ટ કામ હોય તો સામેની વ્યક્તિને એ અર્જન્સીની જાણ કરવા એક મેસેજ કરી દો. પરંતુ વારંવાર ફોન ના કરો. ઘણી વખત આપણે સામેની વ્યક્તિની સ્થિતિ જાણતા હોતા નથી. શક્ય છે કે, તમે જેને ફોન જોડયો છે એ આરામમાં હોય, શક્ય છે કે, એ સિનેમા હોલમાં કે કોઈ કાર્યક્રમમાં કે હોસ્પિટલ ઈમર્જન્સીમાં હોય અને આવી સ્થિતિમાં તેમનો મોબાઈલ સાયલન્ટ મોડ પર પણ હોઈ શકે છે.
જ્યારે કોઈ આપણાં અનેક ફોન કોલ્સનો જવાબ ન આપે અને એસએમએસનો પણ જવાબ ન આવે ત્યારે કેવી લાગી થાય છે? કમસે કમ આપણે કોઈની સાથે એવું ન કરીએ. તમારો ફોન સાયલન્ટ મોડ પર કે સ્વીચ્ડ ઓફ હોય એ શક્ય છે. પણ ફોન ઓન કરો ત્યારે તમને જાણવા મળશે જ કોણે-કોણે તમને ફોન કર્યો હતો. શક્ય હોય તો તેમને સામેથી ફોન કરી લો. મીટિંગમાં, સિનેમા હોલમાં કે અન્ય કોઈ જગ્યાએ વ્યસ્ત હો અને કોઈનો ફોન એટેન્ડ થઈ શકે તેમ ન હોય તો ટેમ્પલેટનો ઉપયોગ કરો, સામેની વ્યક્તિને મેસેજ કરી દો કે, હું વ્યસ્ત છું, તમને પછી કોલ કરું છું. મોબાઈલ ઉપયોગની આ પાયાની શિસ્ત છે.
અત્યંત નજીકનાં મિત્ર ન હોય, સાવ નજીકના સ્નેહી ન હોય તેવી વ્યક્તિને ગમ્મે તે સમયે ફોન ન કરો. યાદ રાખો: સામેની વ્યક્તિએ મોબાઈલ પોતાની સુવિધા અને સવલત માટે રાખ્યો છે, તમે તેમને કોઈપણ સમયે ફોન કરી શકો એ માટે નહીં. ખાસ કરીને સવારનાં નવ વાગ્યા પહેલા અને રાત્રીનાં દસ વાગ્યા પછી કોઈને ફોન કરતી વખતે બે વખત વિચાર કરજો. અગાઉ કહ્યું તેમ નજીકનાં મિત્રો- સ્નેહીઓ વગેરેનાં કિસ્સામાં સમયની આ શિસ્ત લાગુ પડતી નથી. અને હોસ્પિટલ ઈમર્જન્સી કે તેનાં જેવી અન્ય અર્જન્સીમાં પણ આવી શિસ્ત પાળી શકાય નહીં.
હ શક્ય છે કે તમારી અંદર કોઈ મહાન ફિલોસોફર કે કોઈ મહાન હાસ્યકાર છૂપાયો હોય પરંતુ તેનો અર્થ એ નથી કે તમારી ફોન ડિરેકટરીના દરેક કોન્ટેકટને તમે રાત-દિવસ આવા મેસેજ ફટકાર્યે રાખો. આવી કૂટેવ ઘણા લોકોને હોય છે. આંખની ઓળખાણ હોય તો પણ રાત-દિન તેમને ફોરવર્ડેડ મેસેજ ફોરવર્ડ કર્યા રાખે. આવી આદતથી બચો.
- Advertisement -
વ઼્હોટસ એપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ ગૃપ બનાવો તો તેમાં નજીકનાં મિત્રો કે સ્નેહીઓને એડ કરી શકો છો. પરંતુ તેમાં સેલિબ્રિટીઝ કે દૂરનાં પરિચીતોને ઉમેરવાનું ટાળવા જેવું છે. વ઼્હોટસ એપ ગૃપમાં આવા દૂરનાં પરિચીતોને એડ કરતા પહેલા આવા લોકોની મંજુરી મેળવી લેવી એ એક પ્રકારની શિસ્ત છે. જો તમે જબરદસ્તી કોઈને ગૃપમાં એડ કર્યા હોય અને તેવા લોકો ગૃપને લેફટ કરી જાય- છોડી જાય તો તેને તમારું અપમાન સમજી લેવાની જરૂર નથી.
પરિવાર સાથે કે મિત્રો સાથે હિલ સ્ટેશન ગયા હોય, સમુદ્રી બીચ પર ગયા હોવ કે બીજે ક્યાંય ફરવા ગયા હોવ… આવા સમયે મોબાઈલમાં ડૂબેલા ન રહો. તમે રૂટિનમાંથી બ્રેક લેવા અને પ્રકૃતિનો આનંદ માણવા ગયા છો, આ મૂલ્યવાન સમયને મન ભરીને માણો. વ઼્હોટસ એપ, ફેસબૂક અને ચેટિંગ વગેરે તો પરત આવ્યા પછી પણ કાયમ ચાલતું રહેશે.
સફારી માટે ગયા હો કે ઝૂ વગેરેની મુલાકાતે જવાનું થાય ત્યારે મોબાઈલ કેમેરાની ફલેશનો ઉપયોગ ન કરો. વન્ય પ્રાણીઓ તેનાંથી ભડકી શકે છે. સફારીનો આનંદ લેતી વખતે તમારો મોબાઈલ સાયલન્ટ મોડ પર રાખો.
હ દૂર્ઘટના સમયે કે હોનારત વખતે ઘણાં લોકો મોબાઈલમાં ફોટો ખેંચવામાં કે વિડીયો ક્લિપ બનાવવામાં બીઝી થઈ જાય છે. આવી આપત્તિની વેળાએ સૌપ્રથમ પીડિતોને સહાયરૂપ થઈને તેમને બચાવવાનું કાર્ય કરો. વિડીયો રેકોર્ડિંગ અને ફોટોગ્રાફસ ખેંચીને ફિશીયારી મારવામાં તમારી પ્રાથમિક ફરજ ચૂકશો નહીં.
થિયેટર, નાટક, ફિલ્મ વગેરે કાર્યક્રમ દરમિયાન તમારો મોબાઈલ સાયલન્ટ કે વાયબ્રેશન મોડ પર રાખવો જોઈએ. ચાલુ કાર્યક્રમે ફોન કોલ આવે તો એ ટાળો. બહુ જરૂરી હોય તો બહાર નીકળીને ફોન એટેન્ડ કરવાનું સૈજન્ય દાખવવું. નાટક કે ફિલ્મ દરમિયાન ફોન સાયલન્ટ કે વાયબ્રેટ મોડ પર રાખીને ઘણાં લોકો સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા હોય છે. સ્માર્ટ ફોનના ડિસ્પ્લેની લાઈટથી અન્ય લોકોને વિક્ષેપ થઈ શકે છે. કાર્યક્રમ દરમિયાન કોઈનો કોલ આવે અને એ અર્જન્ટ ન હોય તો મોબાઈલમાંના ટેમ્પ્લેટનો ઉપયોગ કરો અને કોલ કરનારને એક મેસેજ કરી દો કે તમે બાદમાં તેમને કોલ કરશો.
મિસ્ડ કોલ એ ભારતીયોની અદભુત અને બહુ વિચિત્ર શોધ છે. કોઈનું કામ હોય તો સીધો જ તેમને ફોન કરી લો. મિસ્ડ કોલ કરીને કોઈને પરેશાન ન કરો.
નજીકનાં પરિચીતો અને મિત્રો સિવાય કોઈને મોબાઈલ પર કોલ કરો તો સૌપ્રથમ તમારું નામ જણાવવાનું સૌજન્ય દાખવવું. પછી એમને પૂછો કે, અત્યારે વાત થઈ શકે તેમ છે? ફોન કરીને નામ જણાવ્યા વગર તાત્કાલીક વાતચિત શરૂ કરી દેવી એ ગેરશિસ્ત છે.
મોબાઈલમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હો તો રાત્રે સૂતી વખતે ડેટા કનેકશન ઓફ રાખો. તેમાંથી ડેટા ચાર્જીસમાં પણ બચત થશે અને રાત્રે સતત આવતા મેસેજીસનાં અવાજથી પણ તમે બચી જશો. રાત્રે સૂતા સમયે મોબાઈલને માથા પાસે કે ઓશિકા નીચે રાખવાની આવશ્યકતા નથી. તેનાંથી હેલ્થને નુકસાન થાય છે.
રાત્રે ઘરનાં અન્ય લોકો સૂઈ ગયા હોય ત્યારે મોબાઈલમાં ઊંચા અવાજે વાત કરવાનું ટાળવા જેવું છે. મોડી રાત્રે ફળિયામાં, બાલ્કનીમાં કે શેરીમાં આંટા મારતા મોટા અવાજે વાત કરવાની કૂટેવ પણ છોડવા જેવી છે.
વ્હોટસએપ વગેરેમાં ગૃપ બનાવો તો વિવિધ મેમ્બર્સની પ્રવૃતિ અને વિચારો અલગ-અલગ હશે એ તથ્ય ખ્યાલમાં રાખો. આવા ગૃપમાં અનેક પ્રકારની ચર્ચાઓ થવાની અને કેટલીક દલીલો તમારી માન્યતાઓથી વિરુદ્ધ પણ હશે. આવું ગૃપ બનાવવું હોય તો વિરોધમતનો આદર કરતા શીખવું પડે. કોઈ ગૃપ મેમ્બર આપણી માન્યતાથી વિરુધ્ધની કોઈ કમેન્ટ કરે કે તરત તેમને ગૃપમાંથી હાંકી કાઢવા એ સરમુખત્યારશાહી ગણાય.
ઘરમાં બાળકો તમારા મોબાઈલથી રમવાની આદત ધરાવતા હોય તો તમારા મોબાઈલમાં એડલ્ટ ક્ધટેન્ટ રાખવાનું ટાળવું જોઈએ. આવા ક્ધટેન્ટ ધરાવતા વ઼્હોટસએપ ગૃપ છોડી દેવા જોઈએ. જો આવું ન થઈ શકે તો કમસે કમ વિવિધ એપ્લિકેશનને લોક કરી શકતી એપ લોક જેવી સુવિધાઓનો ઉપયોગ કરો. તમારા મોબાઈલને પાસવર્ડથી સુરક્ષિત પણ રાખી શકો છો.
પરિવારમાં કે ઓફિસમાં અગત્યની મીટિંગ ચાલુ હોય ત્યારે મોબાઈલ હંમેશા સાયલન્ટ કે લાયબ્રેટ મોડ પર રાખવાનું ચૂકશો નહીં. આવા સમયે કોઈ ફોન કોલ આવે અને એ બહુ અર્જન્ટ હોય તો જરૂર પૂરતી જ વાત કરો.
તમે કોઈને ફોન જોડો અને સામેની વ્યક્તિ રોમિંગમાં બીજા રાજ્યમાં હોય તો તમે તેની સાથે લાંબી-લાંબી વાત કરવાનું ટાળો.
ભોજન સમયે શક્ય હોય તો ફોન એટેન્ડ ન કરો. ભોજન પૂર્ણ કર્યા બાદ જે-તે વ્યક્તિને સામેથી તમે ફોન કરી શકો છો. જો અનિવાર્ય હોય તો ફોન ઉપાડીને કહો કે, જમીને તમને ફોન કરું છું. ભોજન સમયે મોબાઈલમાં વાત કરવાથી ઘણી વખત તમે કેટલું જમ્યા તેનો પણ ખ્યાલ રહેતો નથી.