10 એપ્રિલ સિંધી સમુદતફાય માટે ઐતિહાસિક દિવસ : સિંધી ભાષા દિવસ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
- Advertisement -
10 એપ્રિલ 1967 એ ભારતના સિંધી સમુદાય માટે ઐતિહાસિક દિવસ છે કારણ કે એ દિવસે ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણએ ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં સિંધી ભાષા નો સમાવેશ કરવાના બિલ પર હસ્તાક્ષર કર્યા હતા. તેથી જ આ દિવસને સિંધી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઓગસ્ટ 1947 માં ભારતમાં ભાગલા વખતે તેમને તેમની માતૃભૂમિ છોડી ભારત આવ્યા ત્યારે બંધારણમાં 14 ભાષાઓ સમાવિષ્ટ હતી અને 7 એપ્રિલ 1967 ના રોજ લોકસભામાં સિંધી ભાષા બિલ પસાર થયા પછી આઠમી શનિવાર અને નવમી એપ્રિલ રવિવારના રોજ તમામ સરકારી કચેરીઓ બંધ હતી અને 10 એપ્રિલ 1967 એ ચેટીચંદ ઉત્સવનો દિવસ હતો.
આવા પ્રસંગે જયરામદાસ દોલતરામજીના પ્રયાસોથી તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણજીએ 10 એપ્રિલ 1967 ના રોજ ખરડા પર હસ્તાક્ષર કર્યા અને ચેટીચાંદ નાં તહેવાર ઉપર સુધી સમુદાયને આ ભેટ મળી અને બંધારણની આઠમી અનુસૂચિમાં સિંધીને 15 મી ભાષા તરીકે સામેલ કરવામાં આવી ત્યારથી સિંધી ભાષા દિવસ ઉજવાય છે. વેરાવળના સિંધી મીડિયમ સ્કૂલના નિવૃત્ત આચાર્ય કહે છે કે, આજે વેરાવળ તો શું આખા રાજ્યભરમાં સિંધી મીડિયમ સ્કૂલ નથી કારણકે વ્યવસ્થા અને વ્યવહારમાં અંગ્રેજી જરૂરિયાત ઊભી થતા અને સિંધી મીડિયમ સ્કૂલ માત્ર પ્રાથમિક હાઈકુલ સુધી જ મર્યાદિત રહેતી પરંતુ કોલેજમાં તો અંગ્રેજી કે ગુજરાતી મીડીયમ જ રહેતું. જેથી પરીવારો પોતાના સંતાનોને અંગ્રેજી મીડીયમ સ્કૂલમાં પહેલેથી જ બેસાડવા મંડ્યા અને સિંધી સ્કૂલો બંધ થવા લાગી. આ જ વાતમાં સુર પુરાવતા વેરાવળનાં અશોક ભીમાણી કહે છે કે હવે અહીં કોઈ સિંધી મીડિયમ સ્કૂલ નથી કારણકે બધાને લાગ્યું કે વેપાર, નોકરી અને વિદેશ પ્રવાસ આ તમામમાં અંગ્રેજી અને ગુજરાતી, હિન્દી જ પ્રચલિત અને અનુકૂળ છે અને તેમજ સંતાનોનું ભાવી ઉજવળ છે જેથી સિંધી મીડિયમ સ્કૂલને લાગી ગયા છે.
હજુ આ સિંધી મીડિયમ સ્કૂલ ની યાદ આપતું બોર્ડ વેરાવળમાં આજે પણ દેખાય છે. જોકે ઘરમાં બોલચાલની ભાષામાં કે અરસ પરસ સમુદાયમાં સિંધી ભાષા બોલાય છે. સિંધી નિર્વાસિત ભાઈઓની મદદમાં પ્રભાસ પાટણના નાગર અને તત્કાલીન કુતિયાણાના એડમિનિસ્ટ્રેટર ઇતિહાસ લેખક શંભુપ્રસાદ દેસાઈએ તા. 12/04/1948 નાં રોજ મિડલ સ્કૂલ પ્રાથમિક સ્કૂલ તથા ક્ધયા શાળા શરૂ કરાવી અને તેમાં નિર્વાસિત થયેલા શિક્ષકોને જ રાખ્યા અને તારીખ 13/3/1949ના રોજ સૌરાષ્ટ્રના અન્ય સ્થળોએ નિર્વાસિત છાવણીમાંના કેટલાક સિંધી ભાઈઓને પ્રભાસ પાટણ માં વસાવ્યા અને પોતાને ખર્ચે જમાડ્યા પણ હતા. સંતે પૂજ્ય સ્વામી લીલાશાહ ના પ્રયત્નો અને સહયોગથી જૂનાગઢમાં તારીખ 20/7/1972 ના રોજ લીલાશાહ સિંધી હાઈસ્કૂલનું ઉદઘાટન થયું જેમાં શંભુભાઈ દેસાઈ ખાસ નિમંત્રિત તરીકે હાજર રહ્યા હતા અને નવી સિંધી હાઈસ્કૂલની ભૂમિ માટે 18/1/1973 ના રોજ ભૂમિભોજન કરાયું અને તે દિવસે પૂજ્ય સંત શ્રી લીલાશાહે શંભુભાઈ દેસાઈ ના ઘરે પધરામણી કરી. પ્રભાસ પાટણમાં વર્ષો સુધી વાસુદેવ માસ્તર સિંધી મીડિયમ સ્કૂલ ચલાવતા પરંતુ વિદ્યાર્થી ઓ ની સંખ્યા ના અભાવે તે કાયમી માટે બંધ થઈ ગઈ છે. પ્રાચીન સિંધી ભાષાનું જતન જાળવણી અને ભાષા ઇતિહાસની દ્રષ્ટિએ પણ સંવર્ધન અને કાયમી યાદ રહે એવું કરવું જોઈએ