ભારતીય કોમોડિટી બજાર (MCX) માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે, જેમાં ચાંદીના ભાવે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને નવી ઓલ-ટાઇમ હાઈ સપાટી હાંસલ કરી છે.
ચાંદીના ભાવમાં આવેલા તોતિંગ ઉછાળાને કારણે તે ₹2.14 લાખ પ્રતિ કિલોગ્રામને પાર કરી ગયું છે. ચાંદીની સાથે સોનામાં પણ જોરદાર તેજી જોવા મળી રહી છે, જેનાથી રોકાણકારોમાં ખુશીનો માહોલ છે.
- Advertisement -
ચાંદીમાં રેકોર્ડબ્રેક તેજી
આજના લેટેસ્ટ આંકડા મુજબ, MCX પર ચાંદીના માર્ચ 2026ના વાયદાના ભાવમાં ₹6,061 નો જંગી ઉછાળો નોંધાયો હતો, જે 2.91%નો વધારો દર્શાવે છે. આ ઐતિહાસિક તેજી સાથે ચાંદીનો ભાવ ₹2,14,500 પ્રતિ કિલોગ્રામની નવી રેકોર્ડ સપાટીએ પહોંચી ગયો હતો.
સોનુ પણ ઓલટાઈમ હાઇ
- Advertisement -
ચાંદીની ચમક સાથે સોનામાં પણ રોકાણકારોને મોટો ફાયદો થયો છે. સોનાના ફેબ્રુઆરી 2026ના વાયદાના ભાવમાં ₹1,429 નો ઉછાળો જોવા મળ્યો હતો. આ 1.06%ના વધારા સાથે સોનાનો ભાવ ₹1,35,625 પ્રતિ 10 ગ્રામની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો.
તેજીના કારણો શું?
બજારના જાણકારો મુજબ, વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા, ડોલર સામે રૂપિયામાં નબળાઈ અને ઔદ્યોગિક માંગમાં વધારા જેવા પરિબળોને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં આ રેકોર્ડબ્રેક તેજી જોવા મળી રહી છે. રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદી તરફ વળતા બુલિયન માર્કેટમાં ભારે ખરીદી જોવા મળી રહી છે.




