ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ અંઘ ક્ધયા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ દિકરીઓને રસોઈ બનાવવા માટેનો તાલીમ વગે એસ.બી.આઈ.ગ્રામીણ સ્વરોજગાર તાલિમ સંસ્થા અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી સાથે સત્યમ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે રસોઈ બનાવવા અંગે તાલીમવર્ગ યોજાયો હતો આ પ્રસંગે ઉદ્ઘાટન મેયર ગીતાબેન પરમાર હસ્તે કરવામાં આવ્યું હતું ડો.પાથેભાઈ ગણાત્રા, ચાંદની બેન કોટેચા, પુષ્પાબેન પરમાર સહીત લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજના ફાસ્ટફુડ બનાવવા માટેની વાનગીનો તાલીમ વર્ગ ખાસ દિવ્યાંગ દિકરીઓ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેમજ આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મનસુખભાઇ વાજા, મેનેજીંગ ટ્રસ્ટી મુકેશગીરી મેઘનાથી, બટુકબાપુ, શાંતાબેન બેસ, અજીતભાઈ પરમાર, કેતનભાઇ નાંઢા, ચંપકભાઈ જેઠવા, ખુશબુ બેન ચાવડા, હિરવાબેન રાઠોડ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજના રસોઈ ટ્રેઇનર સ્વાતીબેન લખલાણી દ્વારા અંઘ દિકરીઓને દહીં વડા કટલેશની જીણવટ ભરી જાણકારી આપી વ્યક્તિગત હાથના સ્પર્શથી માહિતી આપી રસોઈ શીખડાવામા આવી હતી.
જૂનાગઢમાં પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને રસોઈ બનાવની તાલીમ અપાઈ
