છેલ્લાં દોઢ વર્ષમાં કોવિડ-19એ દેશભરમાં ભરડો લીધો છે. પહેલી લહેર કરતાં બીજી લહેર વધુ ઘાતક નિવડી છે. બીજી લહેરમાં લોકોને બહુ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કે લોકોનાં ટપોટપ મૃત્યુ થઈ રહ્યાં છે. કોરોના દર્દીઓ માટે તેમના સ્વજનો-પરિવારજનોને ઓક્સિજન, વેન્ટિલેટર માટે આમતેમ દોટ મૂકવી પડતી હતી. ત્યારે કોરોના દર્દીઓ માટે રામબાણ ઈલાજ છે રેમડેસિવિર. આ રેમડેસિવિરનાં ઈન્જેક્શન આપવાથી લોકોનાં મૃત્યુ થતાં અટકે છે. ત્યારે ખૂબ જ ગંભીર હાલતનાં દર્દીઓને ડોક્ટરની સલાહ મુજબ રેમડેસિવિર અપાતાં હોય છે. કોરોનાની આ મહામારીને ક્ધટ્રોલમાં લેવા તેમજ રેમડેસિવિરની ફાળવણી નિયમબદ્ધ કેમ કરવી વગેરે સહિતની અન્ય કામગીરી સરકાર દ્વારા જિલ્લા તંત્ર અને જિલ્લા તંત્ર દ્વારા જુદા-જુદા અધિકારીઓને સોંપવામાં આવતી હોય છે. ત્યારે રાજકોટમાં રેમડેસિવિરની ફાળવણીની સંપૂર્ણ જવાબદારી રાજકોટ શહેર પ્રાંત ઓફિસર, એસ.ડી.એમ. અને ડેપ્યુટી કલેક્ટર સિદ્ધાર્થસિંહ ગઢવીને સોંપવામાં આવી હતી.
મીનાબેન કુંડલિયા કોલેજમાં છેલ્લાં ઘણાં દિવસોથી રાત-દિવસ જોયા વગર લોકોને ‘રેમડેસિવિર’નું અવિરત વિતરણ
રાજકોટ જિલ્લા તંત્ર દ્વારા રેમડેસિવિરની ફાળવણી માટે સોંપવામાં આવેલી જવાબદારી સિદ્ધાર્થસિંહ ગઢવીએ બખુબી નિભાવી છે. માત્ર ફરજ પુરતી જ નહીં પરંતુ દરેક દર્દીઓ જલ્દીથી સાજા અને સ્વસ્થ થઈ જાય તેવી ભાવના સાથે રાત-દિવસ થાક્યા વગર સતત તેમની જવાબદારી નિભાવી છે. ત્યારે હાલમાં રાજકોટમાં સિદ્ધાર્થસિંહ ગઢવીને રેમડેસિવિરના મસીહા પણ કહેવું મિથ્યા નથી. કોરોના મહામારીએ દરેક લોકોની માનસિકતા નબળી કરી નાંખી છે. દરેક પ્રકારની ફરજ બજાવતા દરેક અધિકારીઓ, કર્મચારીઓ, હોસ્પિટલ સ્ટાફ અને તંત્ર દ્વારા પુરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કોરોનાથી બચવા દર્દીઓનાં સ્નેહીજનો, પરિવારજનો રેમડેસિવિર માટે આમતેમ રખડતા ત્યારે ડોક્ટર્સની એપ્રુવલ મળ્યા બાદ આ રેમડેસિવિરની ફાળવણી કરવામાં આવે છે. સરળ અને મળતાવડો સ્વભાવ ધરાવતાં સિદ્ધાર્થસિંહ ગઢવી મીડિયા જગતમાં પણ લોકપ્રિય છે. વધુમાં ‘ખાસ-ખબર’ સાથેની વાતચિતમાં સિદ્ધાર્થસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે, તેઓ સવારે 8.30 થી રાત્રિના 12.00 વાગ્યા સુધી કુંડલિયા ગર્લ્સ કોલેજ ખાતે કામગીરી બજાવતાં હતા.
- Advertisement -
રેમડેસિવિર લોકોને સરળતાથી મળી રહે તે માટે પોતાની સૂઝ-બૂઝથી સિસ્ટમ સહિતની પ્રક્રિયાનો અમલ
ટોકન સિસ્ટમ, રેમડેસિવિર મેળવવા માટેનાં નિયમો સહિતની પ્રક્રિયા સરળ બનાવી
સવારથી મોડી રાત સુધી રેમડેસિવિર લેવા માટે લાંબી લાઈનો લાગી હોય ત્યારે દરેક લોકોને શાંતિપૂર્વક સમજાવવા, નિયમ પ્રમાણે રેમડેસિવિર કેમ અને કેટલી આપવી તેની સંપૂર્ણ જવાબદારી ખૂબ જ કાળજીપૂર્વક નિભાવી રહ્યા છે. છેલ્લી 17 એપ્રિલથી આ કામગીરી કરી રહેલા સિદ્ધાર્થ ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલનાં સમયમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં રેમડેસિવિરની ડિમાન્ડ ઘટી છે. પરંતુ જ્યારે રેમડેસિવિરની તાતી જરૂર હતી ત્યારે એવા પણ કિસ્સા બન્યા છે. ફરજ સિવાયના સમયે અડધી રાત્રે પણ રેમડેસિવિર માટે કોલ આવતાં અને ત્યારે પણ સિદ્ધાર્થ ગઢવીએ દર્દીના જીવની ચિંતા કરી રેમડેસિવિર હોસ્પિટલ સુધી પહોંચાડી લોકોનાં જીવ બચાવ્યા છે. આમ દરેક હોસ્પિટલમાં જરૂરિયાત મુજબ રેમડેસિવિર પહોંચાડવાની કામગીરી પડકારરૂપ હતી છતાં પણ એવા કપરાં સમયે દરેક હોસ્પિટલ સુધી રેમડેસિવિરની ફાળવણી કરી સુંદર વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત અમુક ડોક્યુમેન્ટ ઘટતા હોય છતાં તેની સારવાર અટકે નહીં તે માટે તુરંત રેમડેસિવિર ઈન્જેક્શન દર્દીના સ્નેહીજનોને આપી ઘટતાં ડોક્યુમેન્ટસ આપી જવા કહેતા. આમ લોકોની સેવા માટે તેમજ પોતાની ફરજ સંપૂર્ણ જવાબદારીપૂર્વક નિભાવવાના સરળ સ્વભાવ ધરાવતા સિદ્ધાર્થસિંહ ગઢવી રેમડેસિવિરના મસીહા તરીકે ઓળખાઈ રહ્યા છે.