9મી એપ્રિલે પોથીયાત્રા નીકળશે, 15મી સુધી કથા ચાલશે
ખાસ-ખબર ન્યૂઝ તાલાલા, તા.10
- Advertisement -
તાલાલા શહેરમાંથી પસાર થતી હિરણ નદીના પવિત્ર કાંઠે આવેલ સુપ્રસિદ્ધ ઉદાસીન આશ્રમનાં પાવન પરિસરમાં બિરાજમાન બ્રહ્મેશ્વર મોટા હનુમાનજી મંદિરના બ્રહ્મલીન મહંત પૂ શોભરનદાસ બાપુની આઠમી પુણ્યતિથિ નિમિત્તે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. તા 9મી એપ્રિલ પોથીયાત્રા પરિશ્રમ સાઉન્ડ નાં સથવારે શુભારંભ થયો જે આ રાત્રી કથા તા 15મીને સોમવાર સુધી ચાલશે