પ્રથમ દિવસે નાનામોટા 17 વાહનોમાં 375 મણ કપાસ લઈને ખેડૂતો આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ હારીજ
હારીજ માર્કેટયાર્ડ ખાતે નવરાત્રી ની ત્રીજ ના રોજ બીટી કપાસ ખરીદી નું મુર્હત કરવામાં આવ્યું હતું.પ્રથમ દિવસે નાના છકડા રીક્ષા,જેવા નાના મોટા 15 જેટલા વાહનોમાં કપાસ વેચાણ અર્થે ખેડૂતો આવ્યા હતા જેમાં અંદાજીત 25 મણ જેટલો કપાસ આવ્યો હતો અને 20 કિલો દીઠ રૂ.1151 થી રૂ. 1521 સુધી ના ભાવ રહ્યા હતા. પ્રથમ દિવસ ની ખરીદી મુર્હત માં યાર્ડના ચેરમેન વાઘજીભાઈ વિસાભાઈ ચૌધરી, વાઇસ ચેરમેન દિલીપકુમાર ભોગીલાલ ઠકકર,સેક્રેટરી વિનોદભાઈ ચૌધરી યાર્ડના ડિરેક્ટરો જિગરભાઈ મહેતા,રમેશજી કે ઠાકોર,નવલસંગ ચૌહાણ,રામજીભાઈ દેસાઈ શંભુભાઈ દેસાઈ યાર્ડના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



