હિંમતનગર તાલુકાની અડપોદરા એજ્યુકેશન સોસાયટી સંચાલિત
શ્રી એન. ડી. શાહ હાઇસ્કૂલ, અડપોદરા ખાતે તારીખ 20/02/2021 ને શનિવારના રોજ પ્રમુખશ્રી એચ.એન.શાહ સાહેબ ની મૌખિક સંમતિ થી કારકિર્દી માર્ગદર્શન અંગે સંમેલનનું આયોજન શ્રી એન.ડી.શાહ હાઇસ્કૂલ શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમંત્રિત મહેમાનો અજીતભાઈ શાહ, કૃણાલભાઈ વૉરા, ઉક્તિબેન વૉરા, અમિતભાઈ શાહ તથા બિજલબેન શાહ દ્વારા શાળા ના વિદ્યાર્થીઓને અનુભવથી યુક્ત દિશાદર્શક કારકિર્દી માર્ગદર્શન આપ્યું હતું. મહેમાન શ્રીઓએ કમ્પ્યુટર લેબ ને પુનઃ ઉપયોગમાં લઈ શકાય તે હેતુથી જરૂરી આર્થિક મદદ કરવા નું નક્કી કરેલ છે. આચાર્ય શ્રી સંજયભાઈ દ્વારા સર્વે મહેમાનશ્રીઓ ને શાળા સાથે હૃદય થી જોડાયેલા રહી વિદ્યાર્થીઓને પોતાના જ્ઞાનનો લાભ આપ્યો તે બદલ હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આમ કોવિડ19 ની ગાઈડલાઈન નું પાલન કરી સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન થયું હતું.
જગદીશ સોલંકી અરવલ્લી.