સોમનાથ મહાદેવ પાસે બહેનોએ સીમાની સુરક્ષા કરતા જવાનોની રક્ષા માટે પ્રાર્થના કરી
સામાજીક સંસ્થાઓની બેહનોએ જેલ સહિતની જગ્યાએ ભાઈઓને રાખડી બાંધી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
સમગ્ર દેશમાં ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન પર્વ હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે જૂનાગઢ જિલ્લા સહીત સોરઠ પંથકમાં રક્ષાબંધન તેહવાર નિમિતે બેહનોએ ભાઈને રાખડી બાંધીને તેના લાંબા આયુષની ભગવાન પાસે પ્રાર્થના કરી હતી.આ બળેવ પ્રસંગે બ્રાહ્મણો દ્વારા શહેરના અનેક સામાજિક સંસ્થા દ્વારા સમૂહ જનોઈ બદલવાનો ધાર્મિક કાર્યક્રમ શુભ મુહર્તમાં યોજવામાં આવેલ જેમાં શાસ્ત્રોક વિધિ અને મંત્રોચાર સાથે સમૂહ જનોઈ બદલવામાં આવેલ.
શ્રાવણ સુદ અને પૂનમના ત્રીજા સોમવારે રક્ષા બંધનના સંયોગ પર સોમનાથમાં શ્રદ્ધાળુઓનો ભક્તિ સમુદ્ર છલકાયો હતો જયારે વેહલી સવારે 4 વાગ્યાથી શ્રી સોમનાથ મંદિરના દ્વારા ભાવિકો માટે ખોલવામાં આવ્યા હતા જેમાં બપોર 12 વાગ્યા સુધીમાં 40 હજાર જેટલા ભાવિકોએ પૂર્ણિમા અને રક્ષા બંધન પર્વે સોમનાથ દાદાના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધ્યું હતું
આ પવિત્ર રક્ષાબંધન તેહવાર નિમિતે બહેનોએ પોતાના ભાઈઓ અને દેશની સીમાઓની રક્ષા કરતા સૈનિકોના દીર્ઘાયુષ્યની સોમનાથ મહાદેવ પાસે પ્રાર્થના કરી હતી. શ્રાવણનો ત્રીજો સોમવાર, પૂર્ણિમા, રક્ષાબંધન નો, સુભગ સમન્વય થતાં શ્રી સોમનાથ તીર્થમાં ભાવિકોનો મહાસાગર એકઠો થયો હતો. વેહલી સવારે 4:00 વાગ્યાથી મંદિરના દ્વારા ભક્તો માટે ખુલ્લા મુકાયા હતા ત્યારે કતારબદ્ધ ભાવિકો સોમનાથ દાદાના દર્શન પ્રાપ્ત કરી ધન્ય થયા હતા. સોમનાથ મહાદેવને સવારનો શ્રૃંગારમાં રાખડીઓનો ઉપયોગ કરીને મહાદેવને અલંકૃત કરાયા હતા. અને સમગ્ર વિશ્વની રક્ષાની કામના કરવામાં આવી હતી. 12 વાગ્યા સુધીમાં 40 હજાર જેટલા શિવ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.રક્ષાબંધનના પવિત્ર પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના ચરણોમાં આવેલી બહેનોએ પોતાના ભાઈઓ અને પરિવારની સુખાકારીની પ્રાર્થના કરી, હતી સાથે જ સરહદ પર દેશની રક્ષા કરનારા સૈનિકોને પોતાના ભાઈ માની તેમના લાંબા આયુષ્ય અને સુખાકારીના આશીર્વાદ પણ માગ્યા હતા. સોરઠ પંથકમાં ભારતીય સંસ્કૃતિના નિસ્વાર્થ પ્રેમના પ્રતિક એવા રક્ષાબંધન પર્વની ઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જૂનાગઢ જિલ્લા જેલ ખાતે જેલના બંદીવાન કેદી ભાઈઓને બેહનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી અને ભાઈને બેહનોએ આશીર્વાદ આપ્યા હતા અને ભાઈઓ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
દામોદર તિર્થગોર દ્વારા સમૂહમાં જનોઇ બદલાવાઇ
દામોદર કુંડ ખાતે તિર્થગોર બ્રાહ્મણ દ્વારા સ્નાન વિધિ કરી ધોતી પહેરી દૈનિક મંત્રોચ્ચાર સાથે જનોઇ ધારણ કરશે. આ ઉપરાંત શહેરમાં ઝાંઝરડા ચોકડી જલારામ ભક્તિ ધામ, ટીંબાવાડી રામ મંદિર ખાતે રઘુવંશી સમાજ દ્વારા, શ્રીગૌડ બ્રાહ્મણ દ્વારા મંડીયા સ્વામીની જગ્યા ખાતે વિધિથી સામૂહિક જનોઇ બદલવામાં આવી હતી. ભૂદેવો દ્વારા અમુક સ્થળોએ જનોઇ બદલ્યા બાદ ભોજનના પણ કાર્યક્મનું આયોજન કરવામાં આવ્યુ આવ્યુ હતુ.. સમૂહમાં જનોઇના બદલતા લોકો દ્વારા શુભ મુર્હુતે પૂર્વદિશા તરફ સુર્યદેવતા સમક્ષ ઘરે પણ જનોઇ બદલવામાં આવશે. જનોઇ બદલ્યા બાદ શુકન માટે સાકર, ખાંડ ખાઇ મો પણ મીઠું કર્યુ હતુ.