- બે અજાણ્યા શખ્સો ગોળીબાર કરીને પલાયન થઈ ગયા
બેફામ બનેલાં ગન કલ્ચર પર પ્રતિબંધ મુકવાની અમેરિકન સરકારની ઈચ્છાશક્તિના અભાવે શિકાગોમાં હેલોવિનની ઉજવણી લોહીયાળ બની હતી. શહેરના ગારફિલ્ડ પાર્ક નજીક સોમવારે રાત્રે હેલોવિનની ઉજવણી માટે ભેગા થયેલાં લોકો પર બે અજાણ્યા શખ્સોએ અંધાધુંધ ગોળીબાર કરતા 3 બાળકો સહિત 15 લોકો ગંભીર રીતે ઘવાયા હતા.
આ અંગે માહિતી આપતા શિકાગો પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે ગોળીબારની ઘટના આશરે રાત્રે 9.30 કલાકે બની હતી અને ગોળી ચલાવનારા શખ્સો ગણતરીની ક્ષણોમાં જ પલાયન થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના પોલીસના સીસીટીવીમાં રેકોર્ડ થઈ છે. જેનો પોલીસ બારીકાઈથી અભ્યાસ કરી રહી છે.
- Advertisement -
પોલીસનાં જણાવ્યા અનુસાર બે શખ્સોએ લોકોની ભીડ પર બેફામ ગોળીઓ વરસાવી હતી. જો કે હજી સુધી આ ઘટના પાછળનો ઉદેશ્ય જાણી શકાયો નથી. જો કે આ ઘટના આતંકી કૃત્ય હોવાની શંકા સેવાઈ રહી છે.