શિલ્પા શેટ્ટીએ એક ફોટો પોસ્ટ કરીને ફેનને આ સમાચાર આપ્યા છે. ફેન હવે અભિનેત્રી જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેના દ્વારા તે ફેન્સ સાથે પણ જોડાયેલી રહે છે. આ દરમિયાન અભિનેત્રીએ એવી પોસ્ટ કરી છે કે તેનાથી ફેન્સ ચોંકી ઉઠ્યા છે. હાલમાં જ તેણે પોતાનો એક ફોટો શેર કર્યો છે. જેમાં તે હોસ્પિટલમાં જોવા મળી રહી છે. આ તસ્વીર સામે આવતાની સાથે જ ફેન્સ અભિનેત્રીના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. હાલમાં જ તે તેની વેબ સિરીઝનું શૂટિંગ કરી રહી હતી અને તે દરમિયાન તેને ઈજા થઈ હતી.
- Advertisement -
શિલ્પા શેટ્ટીને પહોંચી ઈજા
શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરમાં તેના ડાબા પગમાં ઈજા થઈ છે અને તેણે પગ પર ઈમમોબલાઈઝર લગાવ્યું છે. શિલ્પા વ્હીલચેર પર બેઠેલી અને બંને હાથે વિકટ્રીની સાઈન કરતી જોવા મળે છે.
ફોટો પોસ્ટ કરતા અભિનેત્રીએ લખ્યું કે, તેણે રોલ, કેમેરા અને એક્શન કહ્યું – અને મેં મારો પગ તોડી નાખ્યો. 6 અઠવાડિયા સુધી એક્શન નહીં કરી શકુ. પરંતુ હું ટૂંક સમયમાં વધુ મજબૂત અને સારી રીતે પરત ફરીશ. ત્યાં સુધી દુઆવોમાં યાદ રાખજો. પ્રાર્થના હંમેશા કામ કરે છે. આ ફોટોમાં શિલ્પાએ મોટી સ્માઈલ આપી છે.
- Advertisement -
View this post on Instagram
વેબ સીરીઝની કરી રહી હતી શૂટિંગ
તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીએ આ પહેલા તેના શૂટિંગ સીનનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે એક્શન કરતી જોવા મળી હતી. આ વીડિયો જોઈને લાગે છે કે આ જ શૂટિંગ દરમિયાન અભિનેત્રીને ઈજા થઈ હશે. તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી રોહિત શેટ્ટી સાથે ગોવામાં તેની આગામી વેબ સીરિઝ ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’નું શૂટિંગ કરી રહી હતી.
તે રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની તે પ્રથમ મહિલા કોપ બની છે. આ વેબ સિરીઝમાં શિલ્પા શેટ્ટીની સાથે અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિવેક ઓબેરોય પણ જોવા મળશે. આ શોથી રોહિત OTT પ્લેટફોર્મ પર પણ ધમાલ મચાવવા જઈ રહ્યો છે.