2 ઓક્ટોબરે સવારે 9 કલાકે ભાઈઓએ સાફા બાંધી આવવા આમંત્રણ
સમાજના દરેક ભાઈઓએ પૂજન માટે સાથે શસ્ત્ર લાવવા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કારડીયા રાજપૂત સમાજ રામમંદિર, 2, રજપૂતપરા રાજકોટના સમાજ ઉત્કર્ષ સમિતિ દ્વારા આયોજિત વિજ્યાદશમી શસ્ત્રપૂજન કાર્યક્રમ તા. 2-10-2025 ને ગુરુવારે સવારે 9-00 કલાકે શ્રી કારડીયા રાજપૂત સમાજવાડી, મવડી ચોકડી, 150 ફૂટ રીંગ રોડ રાજકોટ ઉપર રાખેલ છે. વિજય સરઘસ મવડી ચોકડી કારડીયા રાજપૂત સમાજની વાડીથી રજપૂતપરા રામજીમંદિર સુધી વિજય સરઘસ યોજાશે. આ શસ્ત્રપૂજનમાં આવનાર સમાજના ભાઈઓએ શસ્ત્રપૂજન માટેના શસ્ત્ર પોતપોતાના લાવવાના રહેશે તેમજ આવનાર ભાઈઓએ સાફા બાંધવાના રહેશે તેમ સમાજ ઉત્કર્ષ સમિતિના પ્રમુખ બહાદુરસિંહ ગોહેલ, ઉપપ્રમુખ કુલદીપસિંહ ભટ્ટી, મંત્રી જસપાલસિંહ સોલંકીની યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ શસ્ત્રપૂજનમાં કારડીયા રાજપૂત સમાજના ભાઈઓએ પધારવા વિનંતી કરાઈ છે. આ કાર્યક્રમ માટે રવિરાજસિંહ દેવડા, વજેસિંહ પરમાર, ગૌરવ પરમાર, રાજુભાઈ સોલંકી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.