પોલીસની અલગ અલગ પ્રકારની ગન તેમજ હથિયારોનું પૂજન કરવામાં આવ્યું, ડોગ સ્કવોર્ડને પણ કંકુ
તિલક કરાયું
- Advertisement -
આજે દશેરાના પર્વ પર શસ્ત્ર પૂજનની મહિમા છે. ત્યારે ગુજરાત પોલીસના વિવિધ શહેરોના હેડ ક્વાર્ટરમાં પણ શસ્ત્ર પૂજન થાય છે. ત્યારે આજે રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમા પણ શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી. વિજયાદશમીના દિવસે પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવતી શસ્ત્ર પૂજાની પરંપરા આજે પણ નિભાવવામાં આવી હતી.
રાજકોટ શહેરના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહીલ, ડીસીપી એસ.વી.પરમાર, સુધીરકુમાર દેસાઈ, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. વાય.બી.જાડેજા, એસઓજીના પી.આઈ. જીતુભા ઝાલા સહિતના એસીપી અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ પોલીસની વાન, કાર, અશ્વદળોની પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ પરિવાર તથા પ્રેસ મીડિયાકર્મીએને ફાફડા-જલેબીનો નાસ્તો કરાવાયો હતો.