ગત અઠવાડિયે શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી હતી. જેને કારણે દેશની 10 સૌથી વધુ મૂલ્યવાન કંપનીઓમાંથી 9 કંપનીના માર્કેટ કેપમાં 241177.27 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
તેમાં સૌથી વધુ લાભમાં HDFC બેંક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રહી. રિપોર્ટ અનુસાર, ગત અઠવાડિયે BSE સેન્સેક્સમાં 1807.93 અંક એટલે કે 3.70 ટકાની મજબૂતી જોવા મળી હતી. દેશની ટોપ 10 કંપનીઓમાંથી માત્ર હિન્દુસ્તાન યૂનિલીવર લિમિટેડ (એચયૂએલ)ના માર્કેટ કેપમાં જ ઘટાડો નોંધાયો હતો. ગત અઠવાડિયે HDFC બેંકનું બજાર પૂંજીકરણ (એમકેપ) 60584.04 કરોડ રૂપિયા ઉછળીને 825619.53 કરોડ રૂપિયા પર પહોંચી ગયું. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો માર્કેટ કેપ 40604.13 કરોડ રૂપિયા વધીને 1268459.17 કરોડ રૂપિયા રહ્યું.
- Advertisement -
ભારતીય સ્ટેટ બેંક (SBI)નું બજાર મૂલ્યાંકન 36233.92 કરોડ રૂપિયા વધીને 357966.17 જ્યારે ICICI બેંકનો માર્કેટ કેપ 31319.99 કરોડ રૂપિયા વધીને 444563.06 કરોડ રૂપિયાના સ્તર પર પહોંચી ગયો. બજાજ ફાયનાન્સનો માર્કેટ કેપ 18272.85 કરોડ રૂપિયાના વધારા સાથે 339871.90 કરોડ રૂપિયા અને HDFCનો માર્કેટ કેપ 16983.46 કરોડ રૂપિયા વધીને 453863.21 કરોડ રૂપિયા પર પહોંચી ગયો. ઈન્ફોસિસનો માર્કેટ કેપ 16148.39 કરોડ રૂપિયા વધીને 577208.83 અને ટાટ કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)નું બજાર મૂલ્યાંકન 10967.68 કરોડ રૂપિયા વધીને 1139455.75 કરોડ રૂપિયા રહ્યું.
કોટક મહિન્દ્રા બેંકનો માર્કેટ કેપ 10055.81 કરોડ રૂપિયા વધીને 348414.61 કરોડ રૂપિયા પર પહોંચી ગયો. તેનાથી ઉલ્ટું, હિંદુસ્તાન યૂનિલીવર લિમિટેડનું બજાર પૂંજીકરણ 3777.84 કરોડ રૂપિયા ઘટીને 554667.44 કરોડ રૂપિયા પર આવી ગયું.
ટોપ 10 કંપનીઓનું લિસ્ટ
- Advertisement -
બજાર પૂંજીકરણ પ્રમાણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મોટી કંપની છે. ત્યારબાદ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, HDFC બેંક, ઈન્ફોસિસ, હિંદુસ્તાન યૂનિલીવર લિમિટેડ, HDFC લિમિટેડ, ICICI બેંક, એસબીઆઈ, કોટક મહિન્દ્રા બેંક અને બજાજ ફાયનાન્સનું સ્થાન રહ્યું.
આના કરતા અગાઉ સેન્સેક્સની ટોપ 10 કંપનીઓમાંથી સાત કંપનીઓના બજાર પૂંજીકરણ (માર્કેટ કેપ)માં સામુહિક રીતે 107566.64 કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો હતો. તેમાંથી અડધું નુકસાન એકલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ઉઠાવવું પડ્યું હતું. અઠવાડિયા દરમિયાન BSEના 30 શેરોવાળા સેન્સેક્સ 849.74 અંક અથવા કહીએ તો 1.70 ટકા તૂટી ગયો હતો. ટોપ 10 કંપનીઓમાં માત્ર ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), હિંદુસ્તાન યૂનિલીવર લિમિટેડ (HUL) અને HDFCના બજાર મૂલ્યાંકનમાં વધારો થયો હતો.