ખાસ-ખબર સંવાદદાતા
આઝાદીના અમૃતકાળ ને યાદગાર બનાવવા તેમજ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વીર શહીદોને સાચા અર્થમાં શ્રદ્ધાજંલી પાઠવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી મારી માટી મારો દેશ અભિયાનનો પ્રારંભ થયો તે અંતર્ગત જુનાગઢના વંથલી તાલુકાના શાપુર ગામે ગ્રામ્ય કક્ષાનો લોકડાયરાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં લોકલાડીલા ભજનીક કલાકાર શાંતિલાલ પીઠીયા દ્વારા દેશ માટે શહીદ થનારા આપણા વિર શહિદ જવાનોને યાદ કરવામાં આવ્યાં હતા. શહીદ થયેલા વીરો માટે દેશ ભક્તિ ગીતો ગાવામાં આવ્યા હતા. આ તકે શાપુર ગામના સરપંચ તેમજ અન્ય આગેવાનો દ્વારા શહીદ વિરોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ તકે દલિત સમાજના આગેવાનો દ્વારા શાંતિલાલ પઠીયા ભજનીક કલાકારનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને સુરેશભાઈ મહીડા, ભગવાનજીભાઈ પરમાર મૂકેશભાઈ મહીડા, બાબુભાઈ મહીડા, શાપુર ગ્રામ પંચાયતના સામાજીક ન્યાય સમિતિના ચેરમેન પ્રવિણભાઈ મહીડા ઉપસ્થિત રહ્યા હતા.