ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું વંથલીના શાપુર ગામે ગ્રામજનોએ જાજરમાન સ્વાગત કર્યું હતું આ પ્રસંગે શાપુર ગામને ઘઉઋ + મોડલ ગામ જાહેર કરાયું હતું. તેનું પ્રમાણપત્ર શાપુર ગ્રામ પંચાયતને એનાયત કરવામાં આવ્યું હતું. ઉપરાંત 90 ટકા સરકારના અને 10 ટકા ગ્રામજનોના સહયોગથી નલ સે જલ યોજના હેઠળ શાપુર ગામે પીવાના પાણીની સુવિધા માટે જન ભાગીદારીથી નિર્માણ પામેલ આ સુવિધા માટે ગ્રામ પંચાયતને અભિનંદન પત્ર પણ એનાયત કરવામાં આવ્યો હતો.
આ સાથે ગ્રામજનોને કેન્દ્ર રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે તેના લાભોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગ્રામજનોએ પ્રાથમિક હેલ્થ ચેકઅપનો પણ લાભ લીધો હતો.આ આ પ્રસંગે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળના આયુષ્માન કાર્ડ સહિતના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ડ્રોન નિદર્શન પણ રાખવામાં આવ્યું હતું. ઉપરાંત ગ્રામજનોને ધરતી કરે પુકારના માધ્યમથી પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.