ખાસ-ખબર ન્યૂઝ શંખેશ્ર્વર
શંખેશ્વર સ્થિત 108 જૈન મંદિરના સભાગૃહમાં ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવનો અભિવાદન સમારોહ યોજાયો. સમી-શંખેશ્વરના ભાજપ કાર્યકર્તાઓની હાજરીમાં આયોજિત આ કાર્યક્રમમાં વિશેષ અભિવાદન જોવા મળ્યું હતું. વઢીયાર પંથકના 200 જેટલા ખેડૂતોએ પરંપરાગત સાલને બદલે 2000 કિલો ચણા અને 500 કિલો ખજૂર સાથે રમેશભાઈનું સ્વાગત કર્યું. વઢીયાર વિસ્તારમાં ચણાની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. આ વિસ્તારના અગ્રણીને જિલ્લા ભાજપ પ્રમુખનું પદ મળતાં ખેડૂતોએ આ અનોખી રીતે સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોર, બાબુજી ઠાકોર, સુરજ ગીરી ગોસ્વામી અને ભરતભાઈ આર્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.મેમણા ગામના ખેડૂત અગ્રણી ભીખાભાઈ જાદવે જણાવ્યું કે આ ચણા અને ખજૂરનું વિતરણ સમી અને શંખેશ્વર તાલુકાની આંગણવાડીઓના બાળકોમાં તબક્કાવાર કરવામાં આવશે. આ પહેલથી બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘટાડવામાં મદદ મળશે.