ગુડ બાય વોર્ન : વેલ પ્લેઇડ, વોર્ની… ધ વર્લ્ડ વિલ મિસ યુ
ઓસ્ટ્રેલિયાના દંતકથા સમાન ભૂતપૂર્વ ક્રિકેટર લેગસ્પિનર શેન વોર્નનું ગઈકાલે હાર્ટ એટેકથી નિધન થયું છે. શેન વોર્ન 52 વર્ષના હતા. વોર્નના મેનેજરે એક નિવેદનમાં જણાવ્યું છે કે વોર્નનું થાઈલેન્ડના કોહ સેમૂમાં નિધન થયું છે. વોર્ન એમના બંગલામાં નિશ્ચેતન અવસ્થામાં મળી આવ્યા હતા. ડોક્ટરોના શ્રેષ્ઠ પ્રયાસો છતાં એ બચી શક્યા નહોતા. શેન વોર્ને 1992માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. એમણે 145 ટેસ્ટ મેચોમાં 708 વિકેટ લીધી હતી જ્યારે 194 વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં 293 વિકેટ લીધી હતી.
- Advertisement -
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1000થી વધુ વિકેટ લેનાર શેન વોર્ડ આ દુનિયામાંથી આઉટ થઈ ગયા છે. વોર્ન પોતાની બોલિંગથી ધૂરંધર બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરી દેતો હતો. એકવાર તેણે એવો બોલ ફેંક્યો હતો, જે ઇતિહાસમાં ‘બોલ ઓફ ધ સેન્ચ્યુરી’ તરીકે જાણીતો થઈ ગયો. તેના 90 ડિગ્રી પર ટર્ન લેતા બોલે બેટ્સમેનને વિચારવા મજબૂર કરી દીધો. તેનો વિડિયો આજે પણ ઘણો વાયરલ થાય છે.
આધુનિક સ્પિન બોલિંગનો જનક
- શેન વોર્ને 2 જાન્યુઆરી, 1992ના રોજ ભારત સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યો હતો. તેણે તેની છેલ્લી ટેસ્ટ બરાબર 15 વર્ષ પછી 2 જાન્યુઆરી, 2007ના રોજ ઈંગ્લેન્ડ સામે રમી હતી
- શેન વોર્ને કુલ 145 ટેસ્ટ રમી અને 8/71ના શ્રેષ્ઠ બોલિંગ આંકડા સાથે 708 વિકેટ લીધી. તે ટેસ્ટ ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો ત્યાર બાદ 2007માં મુરલીધરને તેને પાછળ છોડી દીધો.
- શેન વોર્ન એકમાત્ર એવો ખેલાડી હતો જેમે 3000 રન્સ એક પણ સેન્ચુરી વગર ફટકાર્યા હતા.
- શેન વોર્ને માર્ચ 1993માં ન્યૂઝીલેન્ડ સામે તેનો ODI ડેબ્યૂ કર્યો હતો અને જાન્યુઆરી 2005માં તેણે પોતાની અંતિમ ODI રમી.
- શેન વોર્ને 194 ODI રમી અને 5/33ના શ્રેષ્ઠ બોલિંગ ફિગર સાથે 293 વિકેટ લીધી.
- 21 ડિસેમ્બર, 2006ના રોજ શેન વોર્ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી.
- શેન વોર્ન 2008 થી 2011 સુધી આઈપીએલનો ભાગ હતો જ્યાં તે રાજસ્થાન રોયલ્સ માટે રમ્યો હતો. 2008માં આઈપીએલના ઉદ્ઘાટનથી તેના ખિતાબ સુધી તે રમ્યો હતો.
- 2013 માં, શેન વોર્નને ICC ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
- આંગળીઓથી ક્રિકેટમાં જાદુ કરનારા શેન વોર્ન ધનવાન ખેલાડીઓમાં ગણાતા.. આ ઓસ્ટ્રેલિયન સ્પિનરની કુલ સંપત્તિ લગભગ 50 મિલિયન એટલે કે 381.86 કરોડ રૂપિયા હતી
- આ લેગ સ્પિન બોલ એટલો અદભૂત હતો કે ICCએ તેને સદીનો સર્વશ્રેષ્ઠ બોલ જાહેર કર્યો હતો
- શેન વોર્ન લેગ સ્પિનર હતો. સામાન્ય રીતે લેગ સ્પિનર ગુગલી પર આધારિત હોય છે પરંતુ વોર્ન ક્યારેય ગુગલી પર આધાર રાખતો ન હતો તે હંમેશાં લેગ સાઇડથી ટર્ન થતા બોલ પર જ વિકેટો ખેરવતો હતો