ભારતમાં ફિલ્મ ‘જવાન’ નું કુલ કલેક્શન 410.88 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. એવામાં ફિલ્મ બીજા વિકેન્ડમાં જોરદાર કમાણી કરવા માટે તૈયાર છે
સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ ફરી એકવાર બીજા વિકેન્ડમાં જોરદાર કમાણી કરવા માટે તૈયાર છે. આજે શનિવારે બોક્સ ઓફિસ પર ફિલ્મનો 10મો દિવસ હશે અને રિપોર્ટ્સનું માનીએ તો ફરી એકવાર ‘જવાન’ માટે સમય આવી ગયો છે જ્યારે ફિલ્મ બીજા વીકેન્ડમાં સારી કમાણી કરવા જઈ રહી છે. ઓપનિંગ ડે પર 75 કરોડ રૂપિયાનો બિઝનેસ કરનારી ફિલ્મ ‘જવાન’ એ પહેલા અઠવાડિયામાં 390 કરોડ 88 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે.
- Advertisement -
ફિલ્મ ‘જવાન’ નું 9મા દિવસનું કલેક્શન
ભારતીય બોક્સ ઓફિસ પર ‘જવાન’નું 9મા દિવસનું કલેક્શન 21 કરોડ રૂપિયા રહ્યું છે. જેની સાથે ફિલ્મ 400 કરોડના ક્લબમાં પ્રવેશી ગઈ છે. ભારતમાં જવાનનું કુલ કલેક્શન 410.88 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આ વર્ષની હિન્દી રિલીઝની યાદીમાં જવાન પહેલેથી જ ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. ટોચના સ્થાને શાહરૂખ ખાનની ‘પઠાણ’ છે, જેણે જાન્યુઆરીમાં રિલીઝ થયા પછી રૂ. 543.05 કરોડની કમાણી કરી છે અને બીજા સ્થાને સની દેઓલ અભિનીત ફિલ્મ ગદર 2 છે, જેણે અત્યાર સુધીમાં રૂ. 517.06 કરોડની કમાણી કરી છે અને તે હજુ પણ થિયેટરોમાં છે. આ સાથે જ જો વર્લ્ડવાઈડ કલેક્શનને ધ્યાનમાં લેવામાં આવે તો, જવાન ટૂંક સમયમાં ₹700 કરોડનો આંકડો પાર કરે તેવી અપેક્ષા છે.
Jawan conquering the Box Office like a soldier!😎
Book your tickets now! https://t.co/B5xelU9JSg
- Advertisement -
Watch #Jawan in cinemas – in Hindi, Tamil & Telugu. pic.twitter.com/dciyOVFgm8
— Red Chillies Entertainment (@RedChilliesEnt) September 15, 2023
SRKની ફિલ્મ ‘જવાન’નું 10મા દિવસનું કલેક્શન કેટલું હશે?
એક રિપોર્ટ અનુસાર, 16 સપ્ટેમ્બરની સવાર સુધી શનિવારની 3 લાખથી વધુ ટિકિટ બુક થઈ ગઈ છે.એટલે કે ફિલ્મ 9 કરોડ 95 લાખ રૂપિયાની કમાણી કરે તે નિશ્ચિત છે. જોકે, ટ્રેડ એક્સપર્ટના મતે ફિલ્મનું શનિવારનું કુલ કલેક્શન 22 કરોડ રૂપિયાથી વધુ હશે.
‘જવાન’એ અત્યાર સુધી કેટલી કમાણી કરી?
શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’એ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે. 400 કરોડનો આંકડો પાર કરી ચૂકેલી આ ફિલ્મ ધીમે ધીમે સ્થાનિક બોક્સ ઓફિસ પર 500 કરોડની કમાણી તરફ આગળ વધી રહી છે.આ ફિલ્મની કિંમત લગભગ 200 કરોડ રૂપિયા હતી, તેથી જો આ સંદર્ભમાં જોવામાં આવે તો, ફિલ્મે અત્યાર સુધી માત્ર ભારતીય બોક્સ ઓફિસ પરથી 200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.
#Jawan is a RECORD-SMASHER… UNIMAGINABLE biz from East to West and from North to South… HISTORIC TRENDING… Thu 65.50 cr, Fri 46.23 cr, Sat 68.72 cr, Sun 71.63 cr, Mon 30.50 cr, Tue 24 cr, Wed 21.30 cr, Thu 20.10 cr. Total: ₹ 347.98 cr. #Hindi. #India biz. #Boxoffice pic.twitter.com/PLkEgV2YuO
— taran adarsh (@taran_adarsh) September 15, 2023
ઓપનિંગ ડે વર્લ્ડવાઈડ કલેક્શન ધમાકેદાર હતું
ફિલ્મનું પહેલા દિવસે વર્લ્ડવાઈડ કલેક્શન 129 કરોડ રૂપિયાથી વધુ હતું. શાહરૂખ ખાને તાજેતરમાં ‘જવાન’ માટે આયોજિત એક કાર્યક્રમમાં જાહેરાત કરી હતી કે તેની આગામી ફિલ્મ ‘ડંકી’ક્રિસમસના અવસર પર રિલીઝ થશે.કામમાંથી લાંબો બ્રેક લીધા બાદ કિંગ ખાને બ્લોકબસ્ટર હિટ ફિલ્મો આપીને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને નવી તેજી આપી છે.