માત્ર 5 દિવસ માટે જ સિવણ કલાસનું આયોજન કર્યાનો ધર્મેશ જરીયાનો લૂલો બચાવ
અમારી પાસે જાહેરાત માગી હતી અમે ના કહેતા અમારા વિરુદ્ધ ખોટા આક્ષેપ કરાયા છે
- Advertisement -
કોર્પોરેટર સોનલબેનના પતિ જીતુ સોલારા પાસેથી મંજૂરી લીધાનો ધર્મેશ જરીયાનો દાવો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના વોર્ડ નં.13માં પી.ડી.માલવિયા કોલેજ પાછળ સ્વામિનારાયણ ચોક નજીક આવેલા માઠા પ્રસંગમાં મહિલાઓ માટેના સ્નાનઘરમાં કેટલાક સમયથી એ વિસ્તારના ભાજપના આગેવાને કબજો જમાવ્યો હતો અને લાંબા સમયથી મહિલાઓ માટે સીવણ ક્લાસ ચાલુ કરી દીધા હતા. જેમાં મહિલાઓ સીવણ કરી રહી હતી. આ બાબતે વિસ્તારના લોકોએ આક્રોશ સાથે કહ્યું હતું કે, માઠા પ્રસંગમાં મહિલાઓ અહીં નહાય શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા બાથરૂમ બનાવી આપવામાં આવ્યા છે, પરંતુ આ વિસ્તારના ભાજપના કાર્યકર ધર્મેશ ઝરિયાએ કેટલાક સમયથી સીવણ ક્લાસ ચાલુ કરી દીધા છે અને મહિલાઓ પાસેથી રૂ. 700 ઉઘરાવવામાં આવે છે. જો કે ધર્મેશ ઝરિયાએ બચાવ કરતાં કહ્યું હતું કે, લોધેશ્વર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના નેજા હેઠળ મહિલાઓ માટે પાંચ દિવસનો સીવણ ક્લાસનો કેમ્પ રાખવામાં આવ્યો છે. આ જગ્યા બાથરૂમ માટે જ છે, લાંબા સમયથી મહાનગરપાલિકાની મિલકત પર દબાણ કરી હેતુફેર કરી દેવાયો હતો છતાં મહાનગરપાલિકા તંત્ર ઊંઘતું રહ્યું હતું. આ વિસ્તારના વોર્ડ ઓફિસર સહિતના કર્મચારીઓની પણ મિલીભગત હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો.
- Advertisement -
મહિલા દીઠ રૂ.700 ઉઘરાવતા હોવાનો પણ લોકોનો દાવો
ઉલ્ટા ચોર કોટવાલ કો દાટે
પત્રકારોએ મારી પાસે 50,000ની માગણી કરી હતી, અમે પોલીસમાં ફરિયાદ કરીશુ : ધર્મેશ જરીયા
ધર્મેશ જરિયાએ એવો વાહિયાત આક્ષેપ કર્યો હતો કે બે પત્રકારોએ આવી મારી પાસે 50,000ની માગણી કરી હતી. તેમજ અમને જાહેરાત આપો તેવુ જણાવ્યુ હતુ જેની અમે ના કહેતા અમારા વિરુદ્ધ ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે. આ બાબતે અમે પોલીસમાં પણ ફરિયાદ કરીશું. જો કે પુરાવા હોવા છતા ધર્મેશભાઇ ખોટી સ્ટોરી ઉભી કરી પોતાનો બચાવ કરી રહ્યા છે. આ ઉપરાંત કોર્પોરેટર સોનલબેનના પતિ જીતુ સોલારા પાસેથી મંજૂરી લીધાનો ધર્મેશ જરીયાએ દાવો કર્યો છે.