ખાસ-ખબર સંવાદદાતા
સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં ઉના તાલુકાના 39 ગામોના લોકો માટે સનખડા પ્રાથમિક શાળા ખાતે અને કોડીનાર તાલુકાના 29 ગામો માટે ઘાંટવડ પ્રાથમિક શાળા ખાતે એમ કુલ જિલ્લાના 68 ગામો માટે નિયત કરેલી જગ્યાએ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમા સરકારની વિવિધ સેવાઓના લાભ માટે 7563 અરજીઓ મળી હતી અને આ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરીને લોકોએ લાભ આપ્યો હતો.