એસિડિટીને મેનેજ કરવા માટે વ્યક્તિના હારમાં ખુબ કાળજી લેવી જરૂરી છે.એસિડિટી જેવી સમસ્યા ખુબ સામાન્ય છે. તેમ છતાં એસિડિટીને લીધે વ્યક્તિ બેરોન બની જાય છે.જયારે પેટની ગેરિસ્ટ્રક ગ્રંથિઓમાં એસિડનું વધારે સ્ત્રાવ થાય છે,ત્યારે ગેસ, પેટમાં દુખાવો અને અન્ય પેટને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે ત્યારે એસિડિટી થાય છે.
પૂજા કગથરા
– કન્સલટન્ટ ડાયેટિશિયન
– કન્સલટન્ટ ડાયેટિશિયન
વધારે પડતું જમવું,તળેલું કે મસાલાવાળું વધારે વખત ભૂખ્યા રહેવું ચા, કોફી, ધુમ્રપાન અથવા આલ્કોહોલ વગેરેને લીધે એસિડિટી,એસિડ રિફ્લક્સ અથવા જી આર ડી થાય છે. પરંતુ આ એસિડિટીને રોકવા અથવા તેને મટાડવા માટે ખોરાકનું યોગ્ય મેનેજમેન્ટ ખુબ જરૂરી છે ઘણા બધા ખોરાક એસિડિટીમાં રામબાણ ઈલાજ છે.
- Advertisement -
1 તુલસીના પાન : તુલસીના પાનમાં કાર્મેનેટિવ ગુણધર્મો રહેલા છે જે એસિડિટીમાં તાત્કાલિક રાહત આપે છે. ગેસના સામાન્ય લક્ષણોમાં તુલસીના થોડા પણ ખાવા અથવા તુલસીના 3-4 પાનને ઉકાળીને લેવાથી ખુબ ફાયદો થાય છે
2 વરિયાળી : પેટની એસિડિટી રોકવા માટે વરિયાળી ખુબ ઉપયોગી છે દરરોજ જમ્યા પછી વરિયાળી ચાવવી જોઈએ આ ઉપરાંત જયારે ખુબ સિવિયર એસિડિટી હોય ત્યારે 3 થી 4 કલાક પાણીમાં પલાળેલી વરિયાળી લેવાથી જઠરમાં ફાયદો થાય છે તથા પાચનતંત્રને સ્વસ્થ બનાવે છે વરિયાળી માંથી માલ્ટા તેલના કારણે અપચો અને પેટના દુખાવામાં રાહત મળે છે.
3 તજ : તાજનો ભૂકોએ એસિડિટી માટે કુદરતી એન્ટાસિડનું કામ કરે છે. તથા પાચન અને શોસણમાં સુધારો કરીને પેટને સ્થિર કરી શકે છે. જઠરાંત્રિય માર્ગના ચેપને મટાડવા માટે તજની ચા પીવો તજએ પોષક તત્વોનો પાવરહાઉસ છે. અને આરોગ્યને લાભકારક ગુણધર્મોથી ભરેલો છે.
- Advertisement -
4 છાશ : છાશને આયુર્વેદમાં સાત્વિક ખોરાક તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે ચશ્મા લેક્ટિક એસિડ હોય છે જે પેટના રોગમાં ખુબ મહત્વનું છે. છાશમાં થોડા કાળા મરીનો ભુક્કો તથા કોથમરી ઉમેરીને પીવાથી તે ખુબ ફાયદાકારક છે.
5 લવિંગ : લિવિંગએ પાચનતંત્ર માટે ખુબ ઉપયોગી છે.લવિંગએ જઠરાંત્રિય માર્ગમાં ગેસની રચાનાને અટકાવે છે.
6 ઉચ્ચ ફાઇબરવાળા ખોરાક : હાઈફાઇબરવાળા ખોરાકએ સંપૂર્ણ ખોરાક છે.પેટના કોઈપણ રોગ માટે ફાઈબર એ દવાનું કાર્ય કરે છે.ઓટમીલ,બ્રાઉનરાઇસ જેવા અનાજ રૂટ શાકભાજી જેવા કે શક્કરિયા, ગાજર ,બીટ,લીલી શાકભાજી જેમ કે શતાવરીનો છોડ, બ્રોકલી,અને લીલા કઠોળ આ ઉપરાંત લીંબુ.મોસંબી,સંતરા જેવા ફળોનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ
7 જીરૂ : જીરૂ એક મહાન એસિડ ન્યૂટ્રેલાઇઝરનું કામ કરે છે પાચનમાં સહાય કરે છે અને પેટના દુખાવામાં રાહત આપે છે
8 આદુ : આદુમાં ઉત્તમ પાચન અને બળતરા વિરોધી ગુણધર્મો છે પેટના એસિડ્સને બેઅસર કરવામાં મદદ કરે છે.
9 ઠંડુ દૂધ : ઠંડુ દૂધ ગેરિસ્ટ્રક એસિડ્સને સ્થિર કરવામાં મદદ કરે છે તેમાં કેલ્શિયમ ભરપૂર હોય છે જે પેટમાં એસિડ બનાવવાનું રોકે છે
10 નાળિયેર પાણી : જયારે આપણે નાળિયેર પાણી પિતા હોઈ છી ત્યારે શરીરનું પી.એચ એસિડિક સ્તર અકલાઇન બને છે.અને પેટમાં જ્યુકોસ ઉત્પન્ન કરવામાં પણ મદદ કરે છે જે પેટને અતિશય એસિડ ઉત્પાદનના હાનિકારક પ્રભાવથી સુરક્ષિત કરે છે કારણ કે તે ફાઇબરથી ભરપૂર છે તે પાચનમાં મદદ કરે છે અને એસિડિટીમાં પણ મદદ કરે છે
11 કેળા : જયારે સ્વાસ્થ્યને ફાયદાકારક ગુણધર્મોની વાત આવે છે ત્યારે કેળા ખુબ મહત્વ ધરાવે છે કેળામાં કુદરતી એન્ટાસીડસ હોય છે જે એસિડ રિફ્લેક્સ સામે બફર તરીકે કાર્ય કરી શકે છે.
12 ગુલકંદ: ગુલકંદએ પ્રકૃતિ માં ખુબ ઠંડુ હોય છે તથા તેના સાત્વિક ગુનોને લીધે પેટના રોગોમાં ખુબ ઉપયોગી છે
આ ઉપરાંત પેટના દર્દોમાં રાહત માટે અને ખાસકરીને એસિડિટીમાં લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ ખુબ જરૂરી છે દર બે કલાકે ખોરાક લેવો જોઈએ.