ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન રાજકોટ દ્વારા આયોજિત અને છઈઈ બેન્ક દ્વારા સ્પોન્સર શેઠ શ્રી જયંતીલાલ કુંડલિયા મેમોરિયલ અંડર-14 અને અંડર-17 ઓપન રાજકોટ લીગ કમ નોકઆઉટ બોયસ ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચો 11.07.2025 ના રોજ રમાઈ હતી. આ ટુર્નામેન્ટમાં માસ્ટર ઋઈ ટીમે બંને કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરીને વિજય હાંસલ કર્યો હતો.
અંડર-17 બોયસની ફાઇનલ મેચ માસ્ટર FCઅને જગઊં વાડી વચ્ચે રમાઈ હતી. આ મેચમાં માસ્ટર ઋઈ એ આરવ જાગાણીના બે ગોલ અને માન પાંભરના એક ગોલની મદદથી જગઊં વાડીની ટીમને 3-0 થી પરાજય આપ્યો હતો. માસ્ટર FCના આરવ જાગાણીને ‘પ્લેયર ઓફ ધી મેચ’ નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. અંડર-14 ની ફાઇનલ મેચમાં પણ માસ્ટર FCનો જ દબદબો જોવા મળ્યો હતો. માસ્ટર FCના જિષ્ણુ સામડા, આલોક ચાવડા અને વીર ખખ્ખરના એક-એક ગોલની મદદથી ટીમે જગઊં સ્કૂલને 3-0 થી મહાત આપી હતી. આ કેટેગરીમાં માસ્ટર FCના આલોક ચાવડાને “પ્લેયર ઓફ ધી મેચ” નો ખિતાબ આપવામાં આવ્યો હતો.
- Advertisement -
વિજેતા ટીમોને ટ્રોફી અને પ્રાઈઝ વિતરણ છઈઈ બેન્કના ઈઊઘ અને જનરલ મેનેજર ડો. પુરુષોત્તમભાઈ પીપરીયા, છઈઈ બેન્કના પ્રકાશભાઈ સંખવાલા, ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ ગુણવંતભાઈ દેલાવાળા, બી.કે. જાડેજા, સેક્રેટરી રોહિત બુંદેલા, જે.પી. બારડ, અજય ભટ્ટ, રાજેશ ચૌહાણ, અમૃતલાલ બૌરસી, ગંભીરસિંહ જાડેજા, છગનભાઈ અલગોતર, દાઉદભાઈ ફૂલાણી, અને સરગમ ક્લબના દેવાંસીબેન વગેરે મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે રફેલ ડાભી, રોહિત પંડિત, શિવરાજસિંહ ચાવડા, સંજય પંડ્યા, દીપક યસવંતે, ઉપેન્દ્રસિંહ ઝાલા, અજય આચાર્ય, અમિત સિયાળીયા, ભરત સિયાળીયા, મનદીપ બારડ, આશિષ ગુરુંગ, પૃથ્વી જેઠવા સહિત અનેક વ્યક્તિઓએ જહેમત ઉઠાવી હતી.