અમદાવાદના બાવળા-બગોદરા પાસે ટ્રક પાછળ મીની ટ્રક ઘુસી જતા અકસ્માત, 10 વ્યક્તિના ઘટના સ્થળે મોત, 10 વ્યક્તિને ઇજા
અમદાવાદના બાવળા -બગોદરા નજીક ભયાનક અકસ્માતમાં 10 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ટ્રક પાછળ મીની ટ્રક ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 વ્યક્તિના મોત થયા છે તો 10 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. આ તરફ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે.
- Advertisement -
અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ ફરી એકવાર મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, બાવળા બગોદરા રોડ પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. વિગતો મુજબ પંચર પડેલા ટ્રક રોડ પર ઉભું હતું ત્યારે ટ્રક પાછળ છોટા હાથી ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક વિગતો મુજબ મૃતકો કપડવંજના સુધા ગામના હોવાનું સામે આવ્યું છે.
5 મહિલા, 3 બાળકો, 2 પુરુષનું મોત
બાવળા બગોદરા રોડ પર ગોઝારા અકસ્માતમાં 5 મહિલા, 3 બાળકો, 2 પુરુષનું મોત થયું છે. વિગતો મુજબ છોટા હાથીની અંદર આગળ 3 લોકો અને પાછળ 10 લોકો બેઠા હતા. આ લોકો ચોટીલા દર્શન કરીને ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ તરફ અકસ્માત બાદ 3 લોકોને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે, 10 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થતાં ચકચાર મચી ગઈ છે.